<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

વિદેશથી મોંઘોદાટ ગેસ આયાત કરવાના બદલે, છાણમાંથી બાયોગેસ બનાવીને ભારત ગેસક્ષેત્રે આત્મનિર્ભર બની શકે

વિશ્વમાં CNGની તંગી વચ્ચે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીનું મોટું નિવેદન :ભવિષ્યમાં છાણમાંથી ગેસ બનશે તો ક્યારેય તંગી સર્જાશે નહીં

અમદાવાદ :વિશ્વમાં CNGની તંગી વચ્ચે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ચોકાવનારું નિવેદન કર્યું છે. વિદેશથી મોંઘોદાટ ગેસ આયાત કરવાના બદલે, છાણમાંથી બાયોગેસ બનાવીને ભારત ગેસક્ષેત્રે આત્મનિર્ભર બની શકે છે તેમ તેમણે કહ્યું છે. બનાસ ડેરીના બાયો CNG પંપ, આત્મનિર્ભરતા માટે મહત્વના હોવાનું કહ્યું હતું. બનાસકાંઠામાં બનાસ ડેરીમાં કરોડોની માત્રામાં બાયોગેસ ઉત્પાદન શરૂ છે. હાલમાં અનેક વાહનો ડેરીના બાયો CNG ગેસથી ચાલી રહ્યાં છે. વૈશ્વિક કટોકટીમાં પશુઓનું છાણ દેશ માટે સંકટ સમયની સાંકળ છે. ભવિષ્યમાં છાણમાંથી ગેસ બનશે તો ક્યારેય તંગી સર્જાશે નહીં તેમ પણ ચૌધરીએ કહ્યું હતું.

 

(6:40 PM IST)