News of Friday, 27th March 2026
પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીનો આજે જન્મદિન સરળ સ્વભાવ, નિખાલસભર્યુ વ્યક્તિત્વ ધરાવતા

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત પ્રદેશ ભાજપમાં જવાબદારી સંભાળી રહ્યા છે.
શ્રી રત્નાકરજી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સ્વંયસેવક છે. તેઓ સંઘની દ્રષ્ટિએ પોતાનું કુટુંબ અને વ્યવસાય છોડી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનું પૂર્ણકાલીન રીતે આ કાર્ય કરવા માટે સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારે તેને સંઘની દ્રષ્ટિએ ‘પ્રચારક' તરીકે ઓળખવામાં આવે છે.
શ્રી રત્નાકરજી મૂળ ઉત્તરપ્રદેશમાં દેવરિયાના વતની છે. અને તેઓ શરુઆતમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદમાં પૂર્ણ કાલીન કાર્યકર્તા તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. ત્યારબાદ ઉત્તરપ્રદેશમાં ગોરખપુર સંભાગમાં ભાજપના સંગઠનમાં સહ સંગઠન મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા.
ત્યારબાદ બિહાર પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાનીયાને બિહાર પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવતા શ્રી રત્નાકરજીને છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓના જન્મદિને તેઓ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
