તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
કોંગ્રેસને મોટો ફટકો પડ્યો :કાંકરેજમાં પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ સુનીલ ચૌધરીનું પોતાના પદ પરથી રાજીનામું:ભાજપમાં જોડાય તેવી શકયતા
દિયોદર તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરકના પૌત્ર સુનીલ ચૌધરી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા.

બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજમાં પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ સુનીલ ચૌધરી દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધા હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગત મુજબ, દિયોદર તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરકના પૌત્ર સુનીલ ચૌધરી છે. જેઓ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, કોંગ્રેસ પક્ષથી નારાજગીના લીધે સુનીલ ચૌધરીએ રાજીનામું આપ્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલા આ રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે સુનીલ ચૌધરી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાય તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
