<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

સુરતના ઉન વિસ્તારમાં આવેલ મદરેસામાં ચોરી :CTVના આધારે આરોપીની ધરપકડ

ચોરી બાદ આરોપીએ પુરાવા નાશ કરવા માટે મદરેસાના મહત્વના દસ્તાવેજોમાં આગ લગાવી દીધી

સુરતના ઉન વિસ્તારમાં આવેલ મદરેસામાં ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે, જ્યાં અજાણ્યા તસ્કરે અંદાજે ₹7.50 લાખની ડોનેશન રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરી બાદ આરોપીએ પુરાવા નાશ કરવા માટે મદરેસાના મહત્વના દસ્તાવેજોમાં આગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેને ધરપકડ કરવામાં આવી છે, સાથે જ વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

 

(12:31 PM IST)