<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની પ્રથમ કારોબારીની બેઠક કાલે જામનગર પ્રમુખ જીતુભાઈ લાલના અધ્‍યક્ષસ્‍થાને મળશે

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજમાં વધુ ત્રણ જિલ્લાના પ્રમુખોની નિમણુંક કરાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ તા.ર૭, ગુજરાતભરના રઘુવંશી લોહાણા સમાજને એકસૂત્રતાના તાંતણે બાંધવા ની પ્રવળતિએ વધુ વેગ આપવા માટે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમની પ્રથમ કારોબારી બેઠકનું જામનગર મુકામે આયોજન કરવામાં આવેલ છે.

રાજયભરમાં સમાજની એકતા- પ્રગતિ માટે વિવિધ કાર્યો કરવા અને ગુજરાતના છેવાડાના સ્‍તરે વસતા લોહાણા સમાજને એક તાતણે બાંધવા માટે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમની પ્રથમ બેઠક પ્રમુખ જીતુભાઈ લાલના અધ્‍યક્ષ સ્‍થાને જામનગર શહેરમાં હોટલ રજવાડું ખાતે તા.૨૮-૦૩-૨૦૨૬ શનિવારના રોજ સાંજે ૪-૪૫ યોજવામાં આવશે. આ બેઠકમાં સમગ્ર ગુજરાતભરમાંથી નિમણુંક પામેલા હોદ્દેદારોની ઉપસ્‍થિતી રહેશે.

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના સંગઠનને વધુ મજબુત કરવા માટે વધુ ૩ જિલ્લાના પ્રમુખશ્રીઓ પૈકી ભાવનગર જિલ્લા પ્રમુખ પદે નિરજભાઈ ઠકકર, મોરબી જિલ્લા પ્રમુખ પદે અશોકભાઈ કાથરાણી અને અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે ભરતભાઈ પોપટની નિમણુંક પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા કરાઈ છે

(11:41 AM IST)