તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
હર્ષભાઇ સંઘવી સુરતના પાર્લે પોઇન્ટ સ્થિત અંબિકા નિકેતન મંદિરે પહોંચ્યા :માં અંબાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા
હર્ષભાઇ સંઘવી અન્ય ભક્તો સાથે દર્શન કરીને માતાજીની ભક્તિમાં પરોવાયા: મંદિરમાં બોલ માડી અંબે, જય જય અંબેનો નાદ ગૂંજ્યો.

માતાજીની આરાધનાનો પર્વ ચૈત્ર નવરાત્રી ચાલી રહ્યો છે, જેમાં આજે સૌથી મોટું મહત્વ ધરાવતી અષ્ટમી તિથિ એટલે કે આઠમ છે, તે નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા સુરતના પાર્લે પોઇન્ટ સ્થિત અંબિકા નિકેતન મંદિરે દર્શન કરીને માતાજીના આશિર્વાદ લેવામાં આવ્યા છે. આ તકે હર્ષભાઇ સંઘવીએ રાજ્યના સૌ નાગરિકોને આઠમ અને રામનવમી નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે નોંધનીય છે કે, સુરતના પાર્લે પોઇન્ટ સ્થિત અંબિકા નિકેતન મંદિરે સામાન્ય દિવસોમાં પણ ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. આજે પણ મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો કતારમાં જોવા મળ્યા હતા.
ચૈત્ર નવરાત્રીની અષ્ટમી તિથિ એટલે કે આઠમ છે, સાથે જ આજે રામ જન્મોત્વના નામે રામ નવમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજના મહત્વપૂર્ણ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભઆઇ સંઘવીએ માં અંબાજીના દર્શન કર્યા છે. હર્ષભાઇ સંઘવી સુરતના પાર્લે પોઇન્ટ સ્થિત અંબિકા નિકેતન મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી, અને માં અંબાના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. હર્ષભાઇ સંઘવી અન્ય ભક્તો સાથે દર્શન કરીને માતાજીની ભક્તિમાં પરોવાયા હતા.
આ સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભઆઇ સંઘવીએ રાજ્યના સૌ નાગરિકોને આઠમ-નોમ અને રામનવમી પર્વની શુભકામનાઓ પાઠવી હતી, સાથે જ હર્ષભાઇ સંઘવી મંદિરમાં ભક્તોની સાથે બોલ માડી અંબે, જય જય અંબેના નાદમાં જોડાયા હતા. અને નારા બુલંદ કરીને તથા તાળીઓ વડે ભક્તોના ઉત્સાહને વધાવીને તેમણે માહોલને વધુ ઉર્જાવાન બનાવી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
