<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

અમદાવાદના વસ્ત્રાપુરમાં શ્રી રામ નવમી મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા : ભાવપૂર્વક દર્શન- અર્ચન કર્યા

મહોત્સવ અંતર્ગત યોજાયેલા ભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો તેમજ ઉપસ્થિત નગરજનોને રામ નવમી પર્વની શુભેચ્છાઓ પાઠવી

અમદાવાદ :મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદમાં વસ્ત્રાપુર નહેરુ પાર્ક ખાતે આયોજિત શ્રી રામ નવમી મહોત્સવમાં સહભાગી થયા હતા અને ભગવાન શ્રી રામના ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા

આ મહોત્સવ અંતર્ગત યોજાયેલા  ભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ તેમણે નિહાળ્યો હતો તેમજ ઉપસ્થિત નગરજનોને રામ નવમી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી
આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકર, તેમજ અમદાવાદ મહાનગરના પદાધિકારીઓ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(10:33 PM IST)