News of Thursday, 26th March 2026
કડીના ઈન્દ્રાડ ગામે દટાયેલી હાલાતમાં મહિલાનો મૃતદેહ મળવાના કેસમાં હત્યા થયાનું ખુલ્યું
સોનાની બંગડીઓ અને ચાંદીના કડલા સહિત કુલ 4.40 લાખના દાગીનાની લૂંટ થઇ હતી

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામમાં દટાયેલી હાલમાં મહિલાનો મૃતદેહ મળવાના કેસમાં મહિલાના હત્યા થયાનું સામે આવ્યું છે. ઘાસચારો લેવા ગયેલ 54 વર્ષીય મહિલાનો મૃતદેહ જમીનમાં દાટેલી હાલતમાં મળ્યો હતો. લૂંટના ઈરાદે મહિલાની હત્યા થયાનું અનુમાન છે. મહિલાના પુત્રે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સોનાની બંગડીઓ અને ચાંદીના કડલા સહિત કુલ 4.40 લાખના દાગીનાની લૂંટ થયાનું સામે આવ્યું છે. મહિલાના કાનમાંથી વાળીઓ અને બુટ્ટીઓ ખેંચી કાઢતાં કાન ચીરાયેલા જોવા મળ્યા હતા.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
