<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

અમદાવાદમાં નિવૃત્ત PI જયંતિ પરમારે ઘર કંકાસને કારણે ઝેર પી આપઘાત કર્યો

પત્ની , પુત્ર અને સાળીના ત્રાસથી કંટાળીને બોલેરો કારમાં ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યુ: સોલા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ આદરી.

અમદાવાદમાં નિવૃત્ત PI જયંતિ પરમારે ઘર કંકાસને કારણે ઝેર પી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પત્ની , પુત્ર અને સાળીના ત્રાસથી કંટાળીને ભર્યુ અંતિમ પગલું. બોલેરો કારમાં ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યુ. સોલા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ આદરી. નિવૃત્તિ બાદ ઘરમાં પત્ની જમવાનું ન આપીને અપમાન કરતી હતી. દારૂડિયો પુત્ર પિતાને મારઝૂડ કરી પેન્શનના પૈસા માટે દબાણ કરતો હતો. મૃતકે સુસાઇડ નોટમાં પોતાની તમામ પીડા અને વ્યથા વર્ણવી છે.

 

(6:39 PM IST)