તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
ફરી માવઠુ ત્રાટકશેઃ ધરતીપુત્રોમાં ચિંતા

અમદાવાદ, તા.૨૬: હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. એક પછી એક કમોસમી વરસાદની આગાહી આવી રહી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોને દરેક સિઝનમાં વરસાદ હેરાન કરી રહ્યો છે. ફરી અંબાલાલ પટેલે માવઠાને લઈને આગાહી કરી છે.
શનિવાર ૨૮ માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં કમોસમી વરસાદ થવાની શકયતાઓ છે. જેમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી હિમ તોફાનો, સખત પવન, કરા પડવા, ગર્જના જેવી ગતિવિધિ જોવા મળશે. ૧૨ એપ્રિલ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવ વરસાદ જોવા મળે.૧૬ એપ્રિલ સુધીમા પુન એક્ટિવિટીનો વરસાદ જોવા મળે. ૨૦ એપ્રિલ થી જૂની શરૂઆત સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શકયતાઓ. ૧૭ મેથી જૂનની શરૂઆત સુધીમાં ચક્રવાતો આવશે. ૧૧ થી ૨૦ મેમાં આધિ વંટોળ સાથે છાટા કે વરસાદ થવાની શકયતાઓ.૨૪ મેથી ચાર જૂન વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શકયતાઓ. ૨૦ મેથી ૨૦ જૂન વચ્ચે અરબ સાગરમાં ચકવાત થવાની શકયતાઓ. હાલ ઉત્તર ગુજરાત, કચ્છ મધ્ય ગુજરાત, પંચમહાલ, પヘમિ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્ર સુધીના ભાગો, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટડી, દસાડા, વગેરે ભાગોમાં કમોસમી વરસાદ થશે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
