<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

લો બોલો! ગુજરાત પોલીસે જપ્ત કરેલું ૨૩૩૨ કિલો ડ્રગ્‍સ ઉંદરો ખાઈ ગયા

CAG રિપોર્ટ મુજબ ગુજરાત પોલીસ કસ્‍ટડીમાંથી ૨૩૩૨.૬૮ કિલો ડ્રગ્‍સ ગાયબ : ગૃહ વિભાગે ઉંદરો અને કુદરતી કારણોનો દાવો કર્યો : CAGના આ તારણ પછી વિધાનસભામાં રાજ્‍ય સરકાર સામે સવાલો ઉઠ્‍યા છે કે પોલીસ કસ્‍ટડીમાં જપ્ત ડ્રગ્‍સની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવ્‍યા?

અમદાવાદ તા.૨૬: પોલીસે કાર્યવાહી દરમિયાન ગુજરાતભરમાંથી પકડેલા ડ્રગ્‍સને ૩૫ ટકા હિસ્‍સો ઉંદરો ખાઈ ગયા. આ વાત અમે નથી કહેતા પણ તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા CAGના તાજા રિપોર્ટમાં સામે આવ્‍યું છે. CAG રિપોર્ટ મુજબ ઓક્‍ટોબર ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૩ દરમિયાન આખા ગુજરાતમાંથી પોલીસે જપ્ત કરાયેલા ૬૫૧૦.૫૪ કિલો માદક પદાર્થોમાંથી માત્ર ૪૧૭૭.૮૬ કિલોનો નાશ કરવામાં આવ્‍યો હતો, જ્‍યારે ૨૩૩૨.૬૮ કિલો (લગભગ ૩૫%) ગાયબ થઈ ગયાનો ખુલાસો થયો છે. જે મામલે ગૃહ વિભાગે ખુલાસો કરતા આ ગાયબ થયેલું ડ્રગ્‍સ ઉંદરો ખાઈ ગયા હોવાનું દાવો કરાયો છે. ત્‍યારે આ બાબત વિધાનસભામાં ચર્ચા અનેક ધારાસભ્‍યો પણ ચોંકાવી ઉઠ્‍યા છે.

CAGએ આ મામલે ગૃહ વિભાગ પાસેથી ત્રણ મુખ્‍ય કારણોનો ખુલાસો મેળવ્‍યો છે. ગૃહ વિભાગના દાવા મુજબ, ઓક્‍ટોબર ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૩ દરમિયાન આખા ગુજરાતમાંથી જપ્ત કરાયેલા માદક પદાર્થના જથ્‍થામાંથી કેટલીક માત્રા ગાયબ થવાનાં કારણ તરીકે ચોરીને જવાબદાર ઠેરવવામાં આવ્‍યું છે. જ્‍યારે કેટલોક જથ્‍થો, ખાસ કરીને ગાંજો, કચરો અથવા જંતુઓના કારણે ઉંદરો અને અન્‍ય જીવલેણ પ્રાણી દ્વારા નાશ પામ્‍યો છે. તો ગાંજાના અને અફીણના લીલા છોડમાં ભેજ સુકાઈ જવાથી વજનમાં ઘટાડો થાય છે, જેથી કેટલોક માદક પદાર્થના મૌલિક ગુણધર્મોનું નુકસાન થતા વજનમાં ઘટાડો થયાનું દાવો પણ કરવામાં આવ્‍યું છે.

જોકે ગૃહ વિભાગના આ જવાબો છતાં, CAGએ સ્‍પષ્ટ રીતે આ બાબતમાં આશંકા વ્‍યક્‍ત કરી છે કે, ૩૫્રુ માદક પદાર્થોનું ગુમ થવું માત્ર કુદરતી કારણો અથવા ઉંદરોના કારણે ન હોવાનું શક્‍ય છે. રિપોર્ટમાં સૂચના આપવામાં આવી છે કે આ ગુમ થયેલા માદક પદાર્થોના ટ્રેકિગ અને સુરક્ષા માટે વધુ સખત અને નિયંત્રણપૂર્ણ પગલાં લેવામાં આવવા જોઈએ.

CAGના આ તારણ પછી વિધાનસભામાં રાજ્‍ય સરકાર સામે સવાલો ઉઠ્‍યા છે કે પોલીસ કસ્‍ટડીમાં જપ્ત ડ્રગ્‍સની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવ્‍યા? નાશના કારણે ઘટેલા ડ્રગ્‍સ અને ચોરીના કિસ્‍સાઓનો સરકારી રેકોર્ડ સાચવવો અને પ્રત્‍યેક જપ્ત માલની ટ્રેલ અને સ્‍ટોરેજ સુવિધા સુનિヘતિ કરવી જરૂરી હોવાનું રિપોર્ટમાં જણાયું છે. વિશ્વસનીય રીતે પોલીસ કસ્‍ટડીમાંથી ૨૩૩૨.૬૮ કિલો ડ્રગ્‍સના ગુમ થવાનો ખુલાસો સંસ્‍થાઓ અને નાગરિકો માટે ચેતવણી છે. આ મુદ્દા પર કાયદેસર અને નિયમિત ચકાસણી તંત્રને તાકીદ કરવી પડે છે.

CAGનો રિપોર્ટ રાજ્‍યમાં માદક પદાર્થો સાથે સંકળાયેલા તંત્રમાં ગંભીર સુવિધા અને મોનિટરિગની ખામી દર્શાવે છે, અને આગામી દિવસોમાં ગૃહ વિભાગ અને પોલીસ દ્વારા ગાયબ થયેલા ડ્રગ્‍સ અંગે કડક કાર્યવાહી થવાની અપેક્ષા છે. આ રિપોર્ટ પછી, વિધાનસભામાં ડ્રગ્‍સના ગુમ થવાના કેસને લઈને જાહેર ચર્ચા શરૂ થઈ છે, અને આગામી દિવસોમાં આ મુદ્દા પર રાજ્‍ય સરકાર દ્વારા સ્‍પષ્ટ કામગીરી અને કાયદેસર પગલાં લેવામાં આવશે

(3:28 PM IST)