<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

સાપુતારા વિસ્તારમાં યુવકો દ્વારા જોખમી કાર સ્ટંટ કરનારા યુવકોને પોલીસે ઝડપી લઈને પાડી કાયદાનું ભાન કરાવ્યું

સોશિયલ મીડિયા પર વિડિઓ વાયરલ થયા બાદ ડાંગ પોલીસે સક્રિયતા દાખવી સ્ટંટબાજ યુવકોને શોધી કાઢ્યા અને તેમની અટકાયત કરી કડક કાર્યવાહી કરી

    ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારમાં યુવકો દ્વારા જોખમી કાર સ્ટંટ કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ સ્ટંટ કરનારા યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડાંગના સાપુતારામાં કેટલાક યુવકોએ ખુલ્લી કારમાં અત્યંત જોખમી રીતે સ્ટંટ કર્યા હતા, જેમાં તેઓએ પોતાના જીવને પણ જોખમમાં મૂક્યો હતો. આ યુવકોએ તમામ કાયદાઓ અને નિયમોનો ભંગ કરી કારને રિવર્સમાં ચલાવીને સ્ટંટ કરતા જોવા મળ્યા હતા.

આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ડાંગ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સક્રિયતા દાખવી સ્ટંટબાજ યુવકોને શોધી કાઢ્યા અને તેમની અટકાયત કરી કડક કાર્યવાહી કરી. પોલીસે આ યુવકોને કાયદાનું મહત્વ સમજાવી ભવિષ્યમાં આવા કૃત્ય ન કરવા માટે ચેતવણી આપી હતી. રાજ્યમાં અવારનવાર આવા જોખમી સ્ટંટના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે પોલીસની આ ઝડપી કાર્યવાહી અન્યો માટે પણ દાખલારૂપ બની રહેશે.

(11:26 PM IST)