News of Wednesday, 25th March 2026
સુરતના લિંબાયતમાં લૂંટ વિથ બળાત્કારના આરોપીને પોલીસે વેશ પલટો કરી વોચ રાખી 26 વર્ષે કર્ણાટક બોર્ડરથી ઝડપી લીધો
2003માં આરોપીએ પોતાના સાગરિતો સાથે મળીને ખેતરમાં આવેલા મકાનમાં ઘૂસીને લૂંટ ચલાવીને પરિવારની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો, તેમજ તેની માતાને અડપલા કર્યા હતા.

શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ સાથે બળાત્કાર સહિત અન્ય બે લૂંટના ગુનામાં સંડોવાયેલો આરોપી મહારાષ્ટ્ર રાજ્યના કર્ણાટક બોર્ડર પાસે આવેલા સાંગલી જિલ્લાના જંગલ વિસ્તારમાંથી ઝડપાયો છે. આ આરોપી છેલ્લા 26 વર્ષથી નાસ્તો ફરતો હતો.
આ દરમ્યાન લીંબાયત પોલીસની ટીમે સ્થાનિક વેશ પલટો કરીને 5 દિવસ સુધી વોચમાં રહીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. વધુમાં આરોપી સુરત શહેરના ટોપ-16 ઇનામી આરોપી પૈકીનો એક છે. વધુમાં આરોપી મહારાષ્ટ્રના સાંગલી પોલીસ મથકમાં મર્ડરના ગુનામાં પણ ઝડપાઈ ચુક્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, લિંબાયત પોલીસની ટીમે મહારાષ્ટ્ર રાજ્યના કર્ણાટક બોર્ડર પાસે આવેલા સાંગલી જિલ્લાના જંગલ વિસ્તારમાંથી આરોપી સુનીલ ઝુંબર કાળે (60) ને ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડવા માટે પોલીસે સ્થાનિક વેશ પલટો કરી સતત પાંચ દિવસ સુધી વોચ તપાસમાં રહી હતી અને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
આરોપી સુરતના લીંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટ સાથે બળાત્કાર અને અન્ય બે લૂંટના ગુનામાં છેલ્લા 26 વર્ષથી નાસ્તો ફરતો હતો. વધુમાં સુરત શહેરના ટોપ-16 આરોપી પૈકીનો એક હતો.
પકડાયેલા આરોપીએ અન્ય સહ આરોપીઓ સાથે મળીને ગત 6-08-2003ના રોજ પરવતગામની સીમમાં આવેલા એક ખેતરમાં આવેલા મકાનમાં ઘુસી ગયા હતા જ્યાં ફરીયાદી અને તેમની પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી અને મહિલાએ પહેરેલી સોનાની નથણી, સોનાની ટીળચી, ચાંદીના સાંકળા, ચાંદીની કંડી, એક જુનું ટેપરેકોર્ડર તથા રોકડા રૂપિયા 800 મળી કુલ 2730 રૂપિયાની લૂંટ કરી હતી તેમજ ફરીયાદીની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો તેમજ ફરીયાદીની પત્નીના શરીર સાથે બીભત્સ છેડછાડ અડપલા કર્યા હતા તેમજ તમામ લોકોને ઘરમાં પૂરી બહારથી તાળું મારી ફરાર થઇ ગયા હતા.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
