<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

અમદાવાદ ના સુપ્રસિદ્ધ મંદિરની ભોજન શાળામાં મેનુ બદલાયું : સવારે માત્ર દાળ ભાત અને સાંજે કઢી અને ખીચડીનું ફિક્સ મેનુ

કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં અન્ય ભોજન વાનગીના મેનુ પર કાપ મૂકવામાં આવ્યો

અમદાવાદ : LPG ની અછતના કારણે અમદાવાદના સુપ્રસિદ્ધ મંદિરની ભોજન શાળામાં મેનુ બદલાયા છે. સંપૂર્ણ ભોજનની જગ્યા પર હવે દાળ-ભાત અને કઢી ખીચડીનું ફિક્સ મેનુ કરવામાં આવ્યું છે. અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં અન્ય ભોજન વાનગીના મેનુ પર કાપ મૂકવામાં આવ્યો છે. સવારે માત્ર દાળ ભાત અને સાંજના સમયે કઢી ખીચડીનું ફિક્સ મેનુ નક્કી કરવામાં આવ્યું છે. દૂરથી આવતા ભક્તો ભૂખ્યા ના જાય તે માટે મેનુ પર કાપ રાખીને પણ રસોડું ચાલુ રાખવામાં આવશે. રોજ ના 4 થી 5 ગેસ સિલિન્ડર ખાલી થતા હતા

(7:47 PM IST)