તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
અમદાવાદ કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલના પુત્ર યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમરની પણ ધરપકડ
બે દિવસ પહેલા વાયરલ થયેલા વીડિયોના આધારે માધુપુરા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

અમદાવાદમાં કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલના પુત્ર યુવરાજ પટેલની દારૂ પીને અકસ્માત સર્જવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ મામલે યુવરાજ પટેલ સાથે શ્રીકાંત તોમરની પણ પોલીસે ધરપકડ કરી છે. બે દિવસ પહેલા વાયરલ થયેલા વીડિયોના આધારે માધુપુરા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે 22 તારીખે રાત્રે દધીચી બ્રિજ પાસે આરોપીઓ અને TRB જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ કારચાલકે જ 112 પર ફોન કરી પોલીસને બોલાવી હતી. TRB જવાને કારને પોલીસ સ્ટેશનમાં લઈ જવા જણાવ્યું હતું અને ત્યાં બંને પક્ષે સમાધાન થઈ ગયું હતું. જોકે કારમાંથી દારૂની બોટલ મળવા છતાં તે સમયે કેસ નોંધાયો નહોતો, જેના કારણે સવાલો ઊભા થયા હતા. બાદમાં વીડિયો વાયરલ થતાં પોલીસે ફરી કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
