તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
સાવકા પિતાએ બે દીકરીઓ પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
નવસારીના ચીખલીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી

નવસારી તા.૨૫: નવસારીના ચીખલીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સાવકા પિતાએ બે દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ચકચાર મચી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવસારીના ચીખલીમાં સાવકા પિતાએ બે દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી છે. ચીખલી પોલીસ મથકે નરાધમ પિતા વિરુદ્ધ ફરિયાદ નોધાતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મોટી દીકરીને ૨ માસનો અને નાની દીકરીને ૫ માસનો ગર્ભ હોવાનું મેડિકલ તપાસમાં સામે આવ્યુ છે. નરાધમ દીકરીઓને જમવાનું ન આપવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો.
ચીખલી પોલીસે આરોપી વિરુદ્ધ POCSO અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
