<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

અમદાવાદના વિવિધ પેટ્રોલપંપ પર વાહન ચાલકોએ લાંબી લાઇનો લગાવી

કેટલાક પંપ બંધ થતાં અન્ય પંપ પર લાગી છે લાઇનો: લોકો પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવા માટે પંપ પર પહોંચી રહ્યા છે.

અમદાવાદના વિવિધ પેટ્રોલપંપ પર વાહન ચાલકોએ લાંબી લાઇનો  લગાવી છે. પેટ્રોલ-ડીઝલની અછત સર્જાવાની આશંકાને પગલે  વાહનચાલકોએ લાઇનો લગાવી છે . અમદાવાદમાં કેટલાક પેટ્રોલ પંપ પર જ્થ્થો ખુટી પડતાં બંધ કરી દેવામાં આ્વતા સ્થિતિ વિકટ સર્જાઈ હોવાનું વાહનચાલકો માની રહ્યાં છે. કેટલાક પંપ બંધ થતાં અન્ય પંપ પર વાહન ચાલકોની લાઈનો લાગી છે, લોકો પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવા માટે પંપ પર પહોંચી રહ્યા છે. એક કલાક કરતા પણ વધારે સમયથી લાઇનમાં ઊભા હોવાનો લોકોનો દાવો કરી રહ્યાં છે. પેટ્રોલ પંપ પર લોકોનો ધસારો વધતા પોલીસ બોલાવવી પડી હતી  પેટ્રોલપંપ માલિકે કંટ્રોલ રૂમમાં ફોન કરતા પંપ પર પહોંચી હતી .  

(8:13 PM IST)