તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
ગુજરાતમાં વીજ ઉત્પાદન અને વપરાશ વધ્યો: ખાનગી ક્ષેત્રના એકમો પાસેથી પ્રતિ યુનિટ 9.68થી 9.98ના ભાવે વીજળી ખરીદી
રાજ્ય સરકાર હસ્તકના વિજ મથકોની કુલ વિજ ઉત્પાદન ક્ષમતા 10704 મેગાવોટની થઈ છે. ખાનગી તથા પીપીપી વિજ મથકોની વિજ ઉત્પાદન ક્ષમતા 16749 મેગાવોટ.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારના વિજ મથકોની ક્ષમતા વધી છે. ખાનગી માલિકી તથા પીપીપી હસ્તકના વિજ ક્ષમતામાં બે વર્ષ માં વધારો થયો છે ખાનગી વિજ મથકોમાં વર્ષ 2024 માં 2605 મેગાવોટ તો 2025 માં 2835 મેગા વોટ વિજળી ઉત્પાદન ની ક્ષમતા છે .રાજ્ય સરકાર હસ્તકના વિજ મથકોની કુલ વિજ ઉત્પાદન ક્ષમતા 10704 મેગાવોટની થઈ છે. ખાનગી તથા પીપીપી વિજ મથકોની વિજ ઉત્પાદન ક્ષમતા 16749 મેગાવોટ થઇ છે વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં આ વિગતો બહાર આવી છે વર્ષ 2024 માં 1,24,968 મિલિયન યુનિટ વીજ વપરાશ થયો હતો. વર્ષ 2025 માં 1,28,218 મિલિયન યુનિટ વિજ વપરાશ થયો છે. રાજ્ય સરકારે ત્રણ એક્સ્ચેન્જ પાસેથી રૂપિયા 9.68, 9.83 અને 9.98ના ભાવે પ્રતિ યુનિટ વિજળી ખરીદી હતી .
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
