News of Monday, 23rd March 2026
સત્તામાં સૌથી લાંબો સમય રહેનાર નરેન્દ્રભાઇ મોદીને શુભેચ્છા
હાલની સ્થિતિમાં કુશળ રાજનીતીજ્ઞ તરીકે વિશ્વભરમાં ઉભરી રહ્યા છે : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ : સૌથી લાંબો સમય સતામાં રહીને ઐતિહાસિક સીધ્ધિઓ હાંસલ કરનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી.
તેઓએ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૧૪ વર્ષ જેવો કાર્યકાળ દરમ્યાન સોમનાથ,અંબાજી, પાવાગઢ,દ્વારકા જેવા શ્રધ્ધાના કેન્દ્રોને નવું સ્વરૂપ આપીને પ્રવાસીઓને આકર્ષિત કરવાની સાથે સાથે સરદાર પટેલની દુનિયામાં સૌથી ઉંચી પ્રતિમા બનાવીને સાચી શ્રદ્ધાંજલિ પણ આપી. સરદાર સરોવર ડેમ પૂર્ણ કર્યો, કાશ્મીરની ૩૭૦ મી કલમ નાબુદ કરી ૩૭ A પણ દુર કરી, ઉજ્જૈન મહાકાલ, ભવ્ય રામ મંદિર જેવા આસ્થાના કેન્દ્રોને નવું સ્વરૂપ આપી દેશ દુનિયાના પ્રવાસીઓ આવે તેવું કાર્ય કરવા ઉપરાંત હાલના યુદ્ધની સ્થિતિમાં પણ એક કુશળ રાજનીતિજ્ઞ તરીકે વિશ્વ નેતા તરીકે પણ ઉભરી રહ્યા છે તેની સાથોસાથ આંતકવાદીઓના હિટ લીસ્ટમાં નં. ૧ પર હોવા છતાં તેઓ નિર્ભીક રીતે દેશની એકતા અખંડીતા માટે હિમ્મત થી કાર્ય કરી રહ્યા છે તેવા મહાન નેતાને સતસત નમન તેમ એક નિવેદનમાં ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
