તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલની અછત સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
માનવમંદિર નજીક આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ સંપૂર્ણ ખતમ :મેમનગર ગામ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પણ પેટ્રોલ ઉપલબ્ધ ન હોવાથી લોકોને ભારે પરેશાની

અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલની અછત સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. માનવમંદિર નજીક આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ સંપૂર્ણ ખતમ થઈ જતાં ભરાવવા આવેલા લોકો નિરાશ થઈ પરત ફર્યા હતા. તેમજ મેમનગર ગામ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પણ પેટ્રોલ ઉપલબ્ધ ન હોવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. માહિતી મુજબ આજે સવારથી જ શહેરમાં પેટ્રોલની અછત વર્તાવા લાગી છે અને શુક્રવાર બાદ જરૂરી જથ્થો સમયસર નહીં પહોંચતા સપ્લાય પ્રભાવિત થયો છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
