<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

AI સાથે જોડાણ... વિશ્વાસ પ્રોજેકટના હવે પછીનો નવો આવિષ્કાર રાજકોટ સૌરાષ્ટ્રમાં થશેઃ નરસિંહમાં કોમાર

તત્ર અને ખાનગી CCTV કેમેરાના જોડાણથી ગુન્હાના ગ્રાફમાં નોંધપાત્ર ઘટાડો થયોઃ હર્ષભાઈ સંઘવીનો સહયોગ ખૂબ મહત્વનો બન્યો છેઃ મુખ્ય પોલીસવડા ડો કે.એલ.એન.રાવ નરેન્દ્રભાઈ, અમિતભાઈનું સ્વપ્ન સાકાર તો થયું, કેન્દ્રમાં એવોર્ડ તો મળ્યા હવે આ વિશ્વાસ પ્રોજેકટ ફેઝ, ૨ નો ગૃહમંત્રી હસ્તે વડોદરામાં ધમાકેદાર પ્રારંભ સુધી એકિટવ વિશ્વાસ પ્રોજેકટના શિલ્પી સાથે અકિલાની વાતચીત

રાજકોટ તા.  નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી અને અમિતભાઈ ગુજરાતના ગૃહમંત્રી હતા એ સમયથી જ આવનાર સમયને પારખી, અપરાધીઓને પકડવા, ગુન્હાના ભેદ પુરાવા સાથે ઉકેલવા સીસીટીવી મહાનગરો, યાત્રા સ્થળો વિગેરે સુધી લગાડવા માટે રજૂ કરેલ વિચાર વિશ્વાસ પ્રોજેકટ રીતે પાપા પગલી ભરતો આ પ્રોજેકટ હવે અદ્વિતીય સફાળતાને વારી આજે કેન્દ્રીય લેવલે એવોર્ડ મેળવી રહ્યું છે,  આ સ્વપ્ન સાકાર કરનાર વિશ્વાસ પ્રોજેકટના માસ્ટર માઈન્ડ વડોદરાના હાલના પોલીસ કમિ'ર નરસિંહમાં કોમાર છે.

હાલના મુખ્ય પોલીસ વડા ડો કે. એલ.એન.રાવ પણ પ્રજાના દરેક પાયાના પ્ર'ોની જાણકારી મેળવી આવી કાર્યવાહી ઝડપથી આગળ વધે તેવા મતના છે. આથી વિશ્વાસ પ્રોજેકટના ફેઝ ૨ નું કાર્ય સુરત વડોદરા માટે વડોદરા ખાતે નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, ડો કે. એલ. એન.રાવ વિગેરેની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. અકિલા સાથેની વાતચીતમાં વડોદરા પોલીસ કમિશનર અને વિશ્વાસ પ્રોજેકટના માસ્ટર માઈન્ડ નરસિંહમાં કોમારે અકિલા સાથેની વાતચીતના વિશેષ નવો તબક્કો રાજકોટ સૌરાષ્ટ રહશે તેમ જણાવેલ.

વડોદરા પોલીસ ભવનના આઠમા માળે રૃા.૪.૨૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ NETRAM (Integrated Command & Control Room) નું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શહેરમાં ૬૫૭ નવા અત્યાધુનિક CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જે સ્માર્ટ સિટીના ૧૯૫૨ કેમેરા સાથે સંકલિત થઈ ૨૪ કલાક ગુનેગારો પર દેખરેખ રાખશે. આ ઉપરાંત શહેરના ખાનગી CCTV કેમેરાઓને Integrate કરી Artificial Intelligence Tools ની મદદથી ઉભુ કરાયેલ Infrastructure નો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવશે. તેમ વિશેષમાં નરસિંહમાં કોમારે જણાવ્યું હતું.

વડાપ્રધાનના આધુનિક અને ટેક્નોલોજી આધારિત વિકાસના વિઝનને અનુસરતાં પોલીસ વ્યવસ્થાને પણ સતત અદ્યતન બનાવી રહ્યું છે. રાજ્યમાં અમલમાં મુકાયેલ ''વિશ્વાસ પ્રોજેકટ'' પોલીસ માટે એક અસરકારક ફોર્સ મલ્ટીપ્લેયર તરીકે કાર્ય કરી રહ્યો છે, જેમાં સીસીટીવી કેમેરા, બોડી-વોર્ન કેમેરા તેમજ ખાનગી કેમેરા નેટવર્કના ઇન્ટિગ્રેશન દ્વારા ગુનાઓના ડિટેકશનમાં નોંધપાત્ર વધારો થયો છે અને ક્રાઈમ રેટમાં ઘટાડો નોંધાયો છે. આ ટેકનોલોજી આધારિત વ્યવસ્થાઓ દ્વારા રાજ્યના નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આગામી સમયમાં સરકારના વિવિધ વિભાગોના સીસીટીવી નેટવર્ક તથા ખાનગી ક્ષેત્રના કેમેરાઓને પણ સંકલિત કરીને અદ્યતન ટેકનોલોજી જેમ કે એએનપીઆર (ખ્યદ્દંર્ૃીદ્દજ્ઞ્ણૂ ફ્યૃણુફૂશ્વ ર્ભ્શ્રીદ્દફૂ ય્ફૂણૂંિંઁજ્ઞ્દ્દજ્ઞ્ંઁ), ફેશિયલ રિકગ્નિશન વગેરેનો વધુ વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. આ પહેલેથી પોલીસ વિભાગની કામગીરી વધુ ઝડપી, ચોકસાઇભરી અને આધુનિક બનશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે વિવિધ વિભાગોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી પોલીસ અને જેલ વિભાગની સુવિધાઓ વધુ મજબૂત બનશે અને નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ આગામી સમયમાં વધુ કાર્યક્ષમ રીતે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે પ્રતિબદ્ધ રહેશે.

(11:08 AM IST)