તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાઓને સંગઠનમાં મોટી જવાબદારી
સંગઠન ટીમમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા

અમદાવાદ તા.૨૩: ભાજપમાં છેલ્લા બે દાયકાથી અંદાજે ૮૦ જેટલા ધારાસભ્યો ભાજપમાં ભગવો ધારણ કર્યો છે. તેમાં પણ ભાજપમાં આવ્યા બાદ સરકારમાં મોટી જવાબદારી મળી હોય તેવું અનેક વખત સામે આવ્યું છે. પરંતુ ભાજપે પ્રદેશ સંગઠનમાં મોટી જવાબદારી આપી હોય તેવું જૂજ બન્યું છે. તેમાં હાલ ભાજપમાં આદિજાતિ મોરચાની રચનામાં આવું સામે આવ્યું છે. આવું પ્રથમ વખત બન્યું હોય તેમ લાગે છે. કેમકે કોંગ્રેસના ત્રણ ટર્મના ધારાસભ્ય રહેલા અશ્વિન કોટવાલ ૨૦૨૨ ની ચૂંટણી ભાજપમાં જોડાયા હતા. કેમકે ભાજપના આદિવાસી નેતાની પ્રથમ હરોળ અશ્વિન કોટવાલની હાજરીથી દમદાર બની છે. કારણ કે અશ્વિન કોટવાલ ગુજરાતના પૂર્વ પટ્ટાના આદિવાસી વિસ્તારમાં સારી એવી લોકચાહના કારણે તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ફાયદો થાય તે માટે જોડાયા હતા.
જો કે ૨૦૨૨ની ચૂંટણીમાં ત્રણ ટર્મ ધારાસભ્ય રહેલા અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા બેઠક પરથી હાર્યા હતા. તેમની સામે રહેલા પૂર્વ મુખ્યમંત્રી પુત્ર તુષાર ચૌધરીએ અશ્વિન કોટવાલને હરાવ્યા હતા. હવે ગુજરાત ભાજપ આદિજાતિ મોરચાના સંગઠનમાં નિમણૂકો કરી તેની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં અશ્વિન કોટવાલને ઉત્તર ગુજરાતના આદિવાસી તરીકે ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે. આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતસિહ વસાવા દ્વારા મોરચાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના પાયાના કાર્યકરોને પ્રદેશ કક્ષાની મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી. તેમાં કોંગ્રેસમાંથી આવેલા અશ્વિન કોટવાલને મહત્વની જવાબદારી સોંપાઈ છે.
આ મુજબ ભાજપે ગુજરાતમાં ૨૦૨૨ની ચૂંટણી સમયે ભિલોડાના ધારાસભ્ય સ્વ. ડો. અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા પણ સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. હવે ભાજપે તેમને આદિજાતિ મોરચાના મહામંત્રી તરીકે પ્રદેશ ભાજપની સંગઠન ટીમમાં કેવલ જોષીયારાનો સમાવેશ કર્યો છે. આમ વર્ષો બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે સરકારમાં નહીં, બલકે સંગઠનમાં જવાબદારી સોંપી હોય તેવું જૂજવાર બન્યું છે.
મહત્વનું છે કે, આ ઉપરાંત મૂળ ભાજપના સંગઠનમાં પાયાના કાર્યકર રહેલા છોટાઉદેપુરના ગોવિદભાઈ રાઠવા, સુરતના રાકેશભાઈ પટેલ, વડોદરાના સુકિર્તાબેન તડવી, તાપીના ધવલભાઈ ચૌધરી અને સુહાગભાઈ પાડવી, ભરૂચના દિનેશભાઈ વસાવા, દાહોદના પ્રફુલભાઈ ડામોર આદિજાતિ મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેમજ પ્રદેશ મહામંત્રી તરીકે વલસાડના મહેન્દ્ર ચૌધરી અને દાહોદના શીતલ વાઘેલાને સંગઠનમાં મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે. જ્યારે મંત્રી તરીકે નર્મદાના જીતેશ તડવી, ડાંગના હિરા રાઉત, નવસારીના દિપ્તી પટેલ અને મોહિત પટેલ, તાપીના રોહિત ગામીત, મહિસાગરના ડો. સંજય પારગી, બનાસકાંઠાના માધુ ધાંગી અને વલસાડના વિલાસ ઠાકરીયાની મંત્રી તરીકે નિમણૂક થઈ છે. જ્યારે અન્ય નિમણૂકોમાં પંચમહાલના નરસિહભાઈ ભુરીયાને પ્રદેશ કોષાધ્યક્ષ અને ગાંધીનગર શહેરના રોહિત દામાને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હવે આ નવી ટીમ દ્વારા આગામી સમયમાં આદિજાતિ વિસ્તારોમાં ભાજપના સંગઠનને વધુ વેગવંતું અને મજબૂત બનાવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે કેવી રીતે કામ કરે છે તે જોવું રહ્યું.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
