<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

ખેડાના લસુન્દ્રાની પટેલ દીકરીના રબારી યુવક સાથે પ્રેમ લગ્નનો વિવાદ વકર્યો :છૂટુ કરવા રબારી સમાજે 25 લાખ માંગ્યાનો આરોપ

અમદાવાદમાં પાસ કન્વીનર્સે દીકરીના માતા સાથે મુલાકાત કરી: પાટીદાર આગેવાનોએ રબારી સમાજ સામે ગંભીર આક્ષેપ કર્યા:દીકરી સાથે સ્પષ્ટ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો

ખેડાના લસુન્દ્રાની પટેલ દીકરીના રબારી યુવક સાથે પ્રેમ લગ્નનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. અમદાવાદમાં પાસ કન્વીનર્સે દીકરીના માતા સાથે મુલાકાત કરી હતી. સમગ્ર મામલે પાટીદાર આગેવાનોએ રબારી સમાજ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. દીકરી સાથે સ્પષ્ટ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. પાટીદાર યુવતી 18 વર્ષની છે જ્યારે રબારી યુવક 32 વર્ષનો હોવાનો ખૂલાસો થયો છે. 

 પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાનો આક્ષેપ છે કે દીકરી પર દબાણ લાવીને લગ્ન કરાવ્યા છે. દીકરી પરત માગી તો રબારી સમાજના નિયમ મુજબ ₹25 લાખ આપવા પડશે. એવી યુવકના માતાપિતા દ્વારા માગ કરાઈ છે. જો માગ ન સ્વીકારવામાં આવે તો દીકરીનો અંશ પણ નહીં મળે તેવી ધમકી આપવામાં આવી છે. ત્યારે પાટીદાર અગ્રણીઓ દ્વારા દીકરીની હત્યા કરી દેવાઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

 

(11:09 PM IST)