તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd March 2026
ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, નવા વાઘપુરામા ધોરણ.૯ માં અભ્યાસ કરતા વિધાર્થી એ ફાંસો ખાતા ચકચાર

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના નવા વાઘપુરાની આશ્રમ શાળા માં અભ્યાસ કરતા વિધાર્થીએ ફાંસો ખાઓ જીવન ટૂંકાવતા અને સવાલો ઉભા થયા છે.
મળતી માહિતી મુજબ શીતલબેન દિપકભાઈ ચંદુભાઈ તડવી (વિધવા) (રહે. ભુમલીયા, કેનાલ ફળિયું, તા. ગરૂડેશ્વર, જી. નર્મદા )નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમનો ૧૫ વર્ષીય પુત્ર દિપશીતભાઇ નાઓ શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, નવા વાઘપુરા ખાતે ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતો હતો જેણે તારીખ ૧૯/૦૩/૨૦૨૬ ના રાત્રિના
સમયે કોઈ અજ્ઞાત માનસિક કારણોસર ટેન્શનમાં આવી જઈ, શાળાના ધોરણ-૯ ના વર્ગખંડમાં આવેલા પંખા સાથે ઓઢણી વડે ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ લેતા તેનું કરુણ મૃત્યુ થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
