તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd March 2026
રાજપીપલા નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તેમના કાર્યકર્તાઓ સાથે આપમા જોડાયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપલા નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મનીષાબેન ગણેશભાઈ વસાવા (વોર્ડ નંબર ૫) નાઓ તેમના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. તેઓએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના હસ્તે પક્ષમાં પ્રવેશ કર્યો હતો.
આ સાથે જ વોર્ડ નંબર ૧ ના હીર ટ્રાવેલ્સના સંચાલક ટીનાભાઈ પણ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જેને કારણે પક્ષને વધુ મજબૂતી મળી છે.
આ પ્રસંગે મનીષાબેન વસાવાએ આવનારી રાજપીપલા નગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બહુમતી સાથે જીતાડવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જનતાના પ્રશ્નો અને વિકાસ માટે તેઓ હવે પૂરેપૂરું જોર લગાવશે.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઇમ્તિયાઝ અલી કાદરી, મહામંત્રી અર્જુનભાઈ માછી, સિકંદરભાઈ ઘોરી, આદિલ ખાન બલૂચી, સરોજબેન સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
આ જોડાણને લઈને સ્થાનિક રાજકારણમાં નવી ચેતના અને ઉત્સાહ જોવા મળ્યો છે, જે આવનારી ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
