તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd March 2026
રાજ્યમાં વારંવાર કમોસમી વરસાદનું સંકટ: ગુરુવારથી ફરીથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં માવઠુ પડી શકે
કચ્છ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી:પોરબંદર અને દ્વારકામાં પણ કમોસમી વરસાદ પડી શકે

અમદાવાદ : રાજ્યમાં વારંવાર કમોસમી વરસાદનું સંકટ મંડરાતુ રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તોફાનની આગાહી કરી છે. માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં માવઠાની શક્યતા જોવાઈ રહી છે. 4 એપ્રિલે રાજ્યભરમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષેપોના લીધે અનેક જિલ્લામાં માવઠાનો કહેર વર્તાશે. 26 માર્ચથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં માવઠુ પડી શકે છે. કચ્છ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર અને દ્વારકામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.
માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. 40થી 55 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાવવાની શક્યતા છે. જેના લીધે આગામી સમયમાં આંબાવાડીઓ અને કેરીના પાકને અસર પહોંચવાની પણ આગાહી કરાઈ છે. ત્યારે આગામી સમયમાં બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં પણ ચક્રવાત અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવવાની શક્યતાઓ છે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
