તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd March 2026
બહુચરાજી મંદિર દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવ અને પૂનમના મેળાનો કાર્યક્રમ જાહેર:ગુરુવારે માતાજીની પાલખી નીકળશે
પૂનમે રાતે માતાજીની શાહી સવારી નિજ મંદિરથી નીકળી શંખલપુર મૂકામે જશે, જે પરત આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે નીજ મંદિરના દ્વાર સતત ખુલ્લા રહેશે.

શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદારની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આદ્યશકિત શ્રી બહચર માતાજી/બહુચરાજી મંદિર દ્વારા વિક્રમ સંવત 2082 ચૈત્રી નવરાત્રી મહોત્સવ-2026 તથા ચૈત્રી પૂનમનો મેળો –2026નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ મુજબ ચૈત્ર સુદ-છઠ્ઠ, મંગળવાર, તા. 24/03/2026 ના રોજ સવારે-09:30 કલાકે શતચંડી યજ્ઞ પ્રારંભ થશે અને ચૈત્ર સુદ-આઠમ, ગુરુવાર, તા. 26/03/2026ના સાંજે 4:30 કલાકે શતચંડી યજ્ઞ પૂર્ણાહુતી થશે.
ચૈત્ર સુદ-આઠમ, ગુરુવાર, તા. 26/03/2026ના રાત્રે 9:30 કલાકે આઠમની પાલખી નીકળશે. જ્યારે ચૈત્ર સુદ-આઠમ, ગુરુવાર, તા. 26/03/2026ના રાત્રે 12:00 કલાકે આઠમના ખંડ પલ્લી નૈવેધ કરાશે.
આ ઉપરાંત ચૈત્ર સુદ-દશમ, શનિવાર, તા.28/03/2026 સવારે 7:30 કલાકે નવરાત્રી (જવેરા)ઘટ ઉત્થાપન વિધી કરાશે. ચૈત્ર સુદ-પુનમને ગુરુવાર તા. 02/04/2026 ના રોજ રોજ રાત્રે-9:30 કલાકે માતાજીની શાહી સવારી નિજ મંદિરથી નીકળી શંખલપુર મુકામે જશે.
વધુમાં ચૈત્ર સુદ-14 ને બુધવાર, તા. 01/04/2026 ના રોજ સવારે 5:00 કલાકથી તા.02/04/2026ને ગુરુવારના રોજ પુનમની રાત્રે માતાજીની સવારી શંખલપુરથી પરત આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે નીજમંદિરના દ્વાર સતત ખુલ્લા રહેશે તેમ જણાવાયું છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
