તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd March 2026
રાજ્યમાં હવે ફરી ગરમીનો પારો ઉંચો જવાની શક્યતા :તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના
રાજકોટમાં 36.5 ડિગ્રી, કેશોદમાં 36.5, સુરેન્દ્રનગરમાં 36.3, અમદાવાદમાં 36, વડોદરામાં 35.8, મહુવામાં 35.8, ભુજમાં 35.7, સુરતમાં 35.5, કંડલા પોર્ટમાં 35.5, ગાંધીનગરમાં 35.4 ડિગ્રી તાપમાન

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. તાપમાન ગગડતા અને કમોસમી વરસાદના કારણે ગરમી ઘટી હતી. જોકે હવે ફરી ગરમીનો પારો ઉંચો જવાની શક્યતા છે. આજે મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો અને ગરમીનું પ્રમાણ વધ્યું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગ અનુસાર, આગામી 48 કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ ઉપરાંત, આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં પણ લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. અમદાવાદમાં આકાશ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 C અને લઘુત્તમ તાપમાન 21 C રહેવાની શક્યતા છે.
આજે નોંધાયેલા મહત્તમ તાપમાનમાં રાજકોટમાં 36.5 ડિગ્રી, કેશોદમાં 36.5, સુરેન્દ્રનગરમાં 36.3, અમદાવાદમાં 36, વડોદરામાં 35.8, મહુવામાં 35.8, ભુજમાં 35.7, સુરતમાં 35.5, કંડલા પોર્ટમાં 35.5, ગાંધીનગરમાં 35.4, ડીસામાં 35.3, ભાવનગરમાં 34.9, વેરાવળમાં 33.8, પોરબંદરમાં 33.3, નલિયામાં 33.2, વલ્લભ વિદ્યાનગરમાં 33.1, ઓખામાં 30.8, દ્વારકામાં 28.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનમાં ડીસામાં 19 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 19, વડોદરામાં 19.6, ગાંધીનગરમાં 19.8, અમરેલીમાં 20.2, કેશોદમાં 20.5, અમદાવાદમાં 20.6, મહુવામાં 21.1, રાજકોટમાં 21.4, લિયામાં 21.4, સુરતમાં 22, પોરબંદરમાં 22, સુરેન્દ્રનગરમાં 22.4, ભુજમાં 22.6, ભાવનગરમાં 23.2, ઓખામાં 23.3, વેરાવળમાં 23.4, કંડલા પોર્ટમાં 23.5 અને દ્વારકામાં 23.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
