તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
ફળોના રાજા કેરીના પાકનો લોથ વળી ગયોઃ ચીકુ, કેળાની વાડીઓને નુકસાન
ચીકુની સિઝન શરૂ થઇ ત્યાં જ કુદરતી આફતે ઉતારા પહેલાં જ ચીકુના છોડને જમીનદોસ્ત કરી દીધા : ખેડૂતોએ લલણી કરીને રાખેલા ઘઉં, ચણાં સહિતના પાકને પણ નુકશાન

અમદાવાદ,તા.૨૧: દિવાળી ટાણે થયેલા માવઠાના મારમાંથી ઊભા થઇ ખેડૂતોએ ઉનાળુ વાવેતર તથા બાગાયતી પાકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ત્યાં શિયાળાની વિદાય બાદ એકાએક હવામાનમાં આવેલા પલટાએ ખેડૂતોને પડતાં પર પાટું માર્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધૂળભરી આંધી, વાવાઝોડું અને વરસાદની થપાટથી ફળોનો રાજા ગણાતા કેરીના પાકને બહુ મોટું નુકશાન થયાની ભીતી છે તો કેળા અને કેરીના પાકને પણ પારાવાર નુકશાન થયું છે. આને કારણે આ સિઝનમાં હવે જે કંઇ કેરી મળશે તેની ઊંચી કિમત ચૂકવવા તૈયાર રહેવું પડશે. બીજી તરફ હજુ ચોમાસા પહેલાં અવારનવાર આવા પલટા આવશે એવું હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે ત્યારે સૌ માટે ચિતાનો વિષય બની રહેશે એ નિヘતિ છે.
રાજ્યમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી, તલાલા, કેશોદ, અમરેલી, વલસાડી હાફુસ, કચ્છની કેસર, નવસારીમાં ચીકુ, કેરી, કેળા જેવા પાકો માટે જાણીતા છે. આ તમામ વિસ્તારોમાં પવન અને વરસાદના કારણે પાકને ગંભીર નુકશાન થયું હોવાની માહિતી મળી છે. દિવાળી વખતે થયેલા માવઠાએ પાકના ઉતારા અને ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઊભા કર્યા હતા. જોકે, સમય જતાં કેરીના ઝાડ પર મ્હોર સારો આવતાં ખેડૂતોને આશા હતી. પરંતુ પવન અને વરસાદના લીધે સિઝન પહેલાંજ કેરીઓ પડી ગઇ છે. આ જ રીતે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેતરોમાં રવિ પાકની લલણી પછી ખેતરોમાં રાખેલી કૃષિ જણસો પલળી ગઇ છે. આના કારણે હવે બાકી રહેલા પાકને લીધે કેરી, ચીકુ, કેળા જેવા પાકની કિમતોમાં વધારો થઇ શકે છે. જોકે, હવે હવામાન ચોખ્ખું થયું છે અને ઉઘાડ નીકળતાં ખેડૂતોને થોડીક રાહત થઇ છે. પરંતુ જે પાક જમીન દોસ્ત થઇ ગયો છે એનીકોઇ કિમત મળશે નહીં.
આ જ રીતે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એપીએમસીમાં આવી ગયેલી જણસો ઘણે ઠેકાણે ખુલ્લામાં જ પડી હોવાથી પલળી ગઇ છે એ જ રીતે ખેડૂતોએ લલણી કરીને રાખેલા ઘઉં, ચણાં સહિતના પાકને પણ નુકશાન થયું છે
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
