<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

સર્વ જ્ઞાતિ સેવા સંગઠન સુરેન્દ્રનગર દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નિ:શુલ્ક ચકલી ઘર પાણીના કુંડા બર્ડ ફીડરનું આણંદ ખાતે વિતરણ કરવામાં આવ્યું

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : સર્વ જ્ઞાતિ સેવા સંગઠન સુરેન્દ્રનગર દ્વારા છેલ્લા 11 વર્ષથી નિશુલ્ક ચકલી ઘરનું વિતરણ કરવામાં આવે છે આ વર્ષે આણંદ મા શ્રી દ્વારકાધીશ બેઠક મંદિર ગામડી વડ ખાતે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘર વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં ખૂબ જ પબ્લિકનો સારો પ્રતિભાવ મળ્યો કુલ 300 નંગ ચકલી ઘર. 300 બર્ડ ફીડર. અને 300 પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું
આ વિતરણ કાર્યક્રમમાં મિતલ ચકલી ઘર અને સર્વ જ્ઞાતિ સેવા સંગઠનના મહેશભાઈ મેટાળીયા અને આણંદના અમારા મિત્ર પ્રીતેશભાઈ પારેખ. ભાવેશભાઈ  મુલાણી. દિનેશભાઈ મેટાળીયા કરણભાઈ કો પટેલ.યુગ પારેખ. જગદીશભાઈ પટેલ . દિનેશભાઈ મારવાડી. ગીરીશભાઈ શાહ. અજય ભાઈ રાણા. જીતેન્દ્રભાઈ રાજ. વિઠ્ઠલ રાજપુત. વગેરેઓ એ અમારી આ સેવાકીય પ્રવૃત્તિમાં સાથ અને સહકાર આપ્યો હતો.

(10:52 PM IST)