તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
રેલવે સ્ટેશનની હદમાં વ્યક્તિને ઈજા થાય કે મૃત્યુ પામે તો તે વળતર મેળવવા હકદાર
ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું

અમદાવાદ તા.૧૮: ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું છે કે, રેલવે સ્ટેશનની અંદર કે તેની હદમાં કોઈપણ જગ્યાએ વ્યક્તિને ઈજા થાય કે તેનું મૃત્યુ થાય તો વ્યક્તિ રેલવે તંત્ર પાસેથી વળતર મેળવવા હકદાર ઠરે છે. જાસ્ટિસ જે. સી. દોશીએ મહત્વનું અવલોકન કરતાં જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ રેલવે સ્ટેશનની અંદર વેઈટિગ હોલ, ક્લોક રૂમ, રિઝર્વેશન અથવા બુકિગ ઓફિસ કે પ્લેટફોર્મ અથવા રેલવે સ્ટેશનની હદમાં અન્ય કોઈપણ જગ્યાએ હોય અને જો તેને ઈજા થાય કે મૃત્યુ નીપજે તો રેલવે સત્તાધીશો વળતર ચૂકવવા માટે જવાબદાર રહે છે.
વેઈટિંગ હોલ, બુકિગ ઓફિસ કે પ્લેટફોર્મ કે અન્ય જગ્યાએ વ્યક્તિને ઈજા થાય કે મૃત્યુ પામે તો વળતર ચૂકવવા માટે રેલવે જવાબદાર છે. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે જો કોઈ વ્યક્તિ વેઈટિગ હોલ, ક્લોક રૂમ, રિઝર્વેશન અથવા બુકિગ ઓફિસ, અથવા પ્લેટફોર્મ પર અથવા રેલવે સ્ટેશનની હદમાં અન્ય કોઈપણ જગ્યાએ હોય અને તેને ઈજા થાય અથવા તેનું મૃત્યુ થાય, તો રેલવે વળતર ચૂકવવા માટે જવાબદાર રહેશે. અચાનક આંચકાના કારણે ટ્રેનની અંદર તેના બર્થ પરથી પડી જતાં મૃત્યુ પામનાર વ્યક્તિના વારસોને રાહત આપતાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
હાઈકોર્ટે મૃતકના આશ્રિતોની રૂ. આઠ લાખનું વળતર અને વ્યાજ મેળવવા અંગેનો દાવો નામંજૂર કરવાના ટ્રિબ્યુનલના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેની સુનાવણીના અંતે હાઈકોર્ટે ટ્રિબ્યુનલના વળતર નામંજૂર કરવાના હુકમને ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો અને ફરીથી નવેસરથી નિર્ણય લેવા મેટર રિમાન્ડ કરી ટ્રિબ્યુનલને હુકમ કર્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રેલવે એક્ટની કલમ-૧૨૩(સી)ની જોગવાઈ આ પ્રકારના અનિચ્છનીય બનાવ સંદર્ભે એક લાભકારક જોગવાઈ છે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
