તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
ડેડીયાપાડાના યુવા પત્રકાર સર્જન વસાવાને સેવા સમ્માન INSPIRE BHARAT AWARD થી સન્માનિત કરાયા

( ભરત શાહ દ્વારા )નર્મદા :આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા ડૉ.બી. આર.આંબેડકર હોલ, કલેકટર કચેરી, ભરૂચ ખાતે તા.9 માર્ચ, 2026 ને સોમવારના રોજ "સેવા સમ્માન INSPIRE BHARAT AWARD-2026" નો કાર્યક્રમ ઉત્સાહ પૂર્વક ઉજવાયો હતો. જેમાં ભારત ભરના તમામ રાજ્યો માંથી સમાજસેવકો, પત્રકારો, શિક્ષકો, પોલીસ જવાનો તેમજ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સર્જન વસાવા એ પત્રકારત્વ ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે લોકોની પડખે રહી પ્રજાના હિતમાં હરહંમેશને માટે અન્યાય, શોષિત, વંચિતો ગરીબોની અભિવ્યકિતનો અવાજ મીડિયાના માધ્યમથી તેમજ માનવ અધિકાર દ્વારા તંત્ર, સરકાર, લોકો વચ્ચે મૂકી ઉજાગર કરી ન્યાય કાર્ય સુપેરે પાડ્યા સેવાભાવી સામજિક સંસ્થા આંતર્રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સાથે જોડાઈને ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ એક બખૂબી પણે સામાજિક કાર્ય કરી રહ્યા છે. ત્યારે "નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગારદા નાં યુવા પત્રકાર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ એવા સર્જન વસાવા એ ઉભરતી યુવાની કાળમાં પત્રકારત્વ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે, તેઓ લોક્શાહીનો ચોથો જાગીર સ્થાન તરીકે ઓળખાતા મીડિયા જગત માં પત્રકારત્વનું બિરુદ આપી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા આયોજિત "સેવા સમ્માન INSPIRE BHARAT AWARD-2026" ડૉ.દીપક મિત્તલ, ચેરમેન ઉડાન એક પહેલ ફાઉન્ડેશન,નવી દિલ્હી ના હસ્તે નવાજી સન્માનિત કરવામાં આવ્યા છે. અને આગળ પણ મુંબઈ, ગુજરાત અને નવી દિલ્હી ખાતે ફિલ્મી સિતારાઓ દ્વારા અનેક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે, આમ તેમણે સમાજ અને તાલુકા, જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે.
આ પ્રસંગે ભારત ભરના દિલ્લી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહીત જુદા રાજ્યો અને જુદા જુદા જિલ્લાઓ માંથી સમાજસેવકો, પત્રકારો, શિક્ષકો, પોલીસ, ડોક્ટરો તેમજ નેતાઓ તેમજ ફિલ્મી કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
