<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ગુજરાતભરમાં માનવ અંગો સમયસર પહોંચાડવા મુખ્‍ય પોલીસ વડાએ ગ્રીન કોરિડોર રચવામાં આપેલ સહયોગની નોંધ લીધી

હજારો માનવ અંગોના ડોનેશન સાથે જોડાયેલ સુરતની ડોનેટ લાઈફ દ્વારા ડો. કે. એલ. એન રાવ દંપતિનું ભાવભર્યુ સ્‍વાગત

રાજકોટ, તા.૧૭: માનવ અંગોના દાન જેવી પ્રવળતિઓ માટે દેશભરમા જાણીતી સુરતની લાઈફ ડોનેટ સંસ્‍થાના કર્મઠ જાણીતા અગ્રણી નિલેશભાઈ માંડલીવાલા દ્વારા તાજેતરમાં સુરત આવેલ રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડૉ કે. એલ એન.રાવ તથા જાણીતા શિક્ષણવિદ અને સામાજિક કાર્યો સાથે સંકળાયેલા ડીન ડો ઇન્‍દુ રાવનું પણ આ સંસ્‍થામાં તેમના વર્ષથી સહયોગ બદલ વિશેષ નિમંત્રણ આપી બહુમાન કરવામાં આવેલ.

સુરતમાં વર્ષો સુધી ડીસીપી, જેસીપી જેવા વિભાગો કુશળતાપૂર્વક સંભાળી ચૂકેલા ડૉ કે. એલ એન.રાવ માનવ અંગો સમયસર પહોંચે તે માટે સરળ ટ્રાફિક મૂવમેન્‍ટ માટે ગ્રીન કોરિડોર રચવામાં પોલીસ મહા નિર્દેશક દ્વારા વર્ષોથી ફાળો આપવામાં આવે છે, આ બાબતની જાહેર નોંધ પણ અગ્રણી નિલેશભાઈ મંડળીવાલ દ્વારા લેવામાં આવી અને લેખિતમાં આભારની લાગણી વ્‍યકત કરેલ.આજ રીતે આ સંસ્‍થાને વર્ષી થયા ડીન ડો. ઇન્‍દુ રાવ દ્વારા પણ પોતાની રીતે જે સહયોગ આપ્‍યો તેની કદરદાની રૂપે આ દંપતિનું બહુમાન કરવામાં આવેલ.

(2:12 PM IST)