<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

વડોદરાના CA સહિત સંખ્‍યાબંધ કરદાતાઓને IT પેનલ્‍ટીની બોગસ નોટિસ

કરદાતાઓ સાવધ રહોઃ ઇન્‍કમટેક્‍સના નામે આવતા મેઇલની લિક ઓપન ન કરવી : આકારણી વર્ષ ૨૫-૨૬ની ટેક્‍સ ડિમાન્‍ડ રૂા.૮,૩૮,૭૦૦ જોવા માટે લિંક મોકલીઃખાનગી ડોમેનથી ભેજાબાજોએ નોટિસ મોકલી

વડોદરા,તા.૧૭: ચાલુ નાણાંકીય વર્ષના અંતને ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે સાઈબર ભેજાબાજોએ કરદાતાઓને ઠગવા માટે ઇન્‍કમટેક્‍સ વિભાગની પેનલ્‍ટીની બોગસ નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. શહેરના અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ સંજીવ શાહ સહિત સંખ્‍યાબંધ કરદાતાઓને બોગસ ઈન્‍કમટેક્‍સ ડિમાન્‍ડની નોટિસનાઈમેલ મળ્‍યા છે.

સાઇબર ભેજાબાજોએ નવી દિલ્‍હીના ઇન્‍કમટેક્‍સ વિભાગની રેંજ ૧૨ના એડિશનલ કમિશનર એમિત શર્માના નામે મોકલેલી નોટિસમાં મોકલનારના એડ્રેસમાં ઓફિસિયલ નોટિસ ૪૧૯૯૯૫૭ માં dreaminclownca jeam.zaq.ne.jp ઉપરથી મોકલ્‍યો છે. જેમાં જણાવાયું છેકે, એસેસમેન્‍ટ ઓર્ડર ૨૦૨૫-૨૨ માટે (PAN: AADCB12344) ઇન્‍કમટેક્‍સ પેનલ્‍ટી પોસિડિગ્‍સ લખ્‍યું છે. જેમાં માહિતી અને સ્‍કુટિનીના આધારે તમારી આકારણી નવેસરથી ગણવામાં આવી છે. જે નીચે મુજબ છે. જેમાં કેશ ક્રેડિટ કે જેનો તમે ખુલાસો કર્યો નથી કલમ ૬૮ મુજબ રૂ.૪.૭૫,૦૦૦ થાય છે. જયારે પર્સનલ અને કેપિટલના ખર્ચ અમાન્‍ય કરાયા છે, જે રૂા.૧,૨૨,૫૦૦, બિઝનેસ પ્રમોશન ખર્ચ તથા અન્‍ય રૂા.૨,૧૦,૦૦૦, વ્‍યાજ રૂ.૩૧,૨૦૦ આમ કુલ ડિમાન્‍ડ (સરચાર્જ અને સેસ સહિત) રૂા. ૮,૩૮,૭૦૦ થાય છે. જો આ રકમ ન ભરવામાં આવે તો ૩૦ દિવસ પછી વ્‍યાજ લાગશે.

ભેજાબાજોએ મોકલેલા બોગસ ઇમેઇલમાં જણાવાયું છેકે, આકારણી વર્ષ ૨૦૨૫-૨૪માં તમારો રૂ.૮.૩૭,૦૦૦ ટેક્‍સ બાકી પડે છે. આ નોટિસ મળે તમારે ૨૧ દિવસમાં તે ભરી દેવા. જેનો આકારણી ઓર્ડર અને માહિતી incom-etax,hiz.id ઉપરથી જોવા મળશે.

નોટિસમાં ધમકીની ભાષા હોય છે

બોગસ નોટિસમાં ધમકીની ભાષાનો પણ ઉપયોગ થતો હોય છે.જેમાં તમારો PAN સસ્‍પેન્‍ડ કરાશે જેવી ધમકીની ભાષા હોય છે. આ ઉપરાંત અરજન્‍ટ ટેક્‍સ ડિમાન્‍ડ પેન્‍ડિંગ, ઇમિડીયેટ એકશન રિક્‍વાયરમેન્‍ટ ફોર પેનલ્‍ટી વગેરે શબ્‍દોનો ઉપયોગ બાદ શકાસ્‍પદ લિક - એટેચમેન્‍ટ મોકલાય છે જેમા માલવેર હોય છે. આ ઉપરાત pay noરૂ લખીને લિક મોકલાય છે જેમાં જો  ચુકવણી થાય તો ભેજાબાજના એકાઉન્‍ટમાં જમા થાય.

 

સીએ સંજીવ શાહ શું કહે છે ?

મને મળેલી નોટિસમા ઇમેઇલ એડ્રેસ ખાનગી છે જે બોગસ છે. ઇન્‍કમટેક્‍સ વિભાગ ક્‍યારેય ખાનગી ડોમેનથી મેઇલ કરતો નથી. આ ઉપરાત મારો ભ્‍ખ્‍ફ નંબર પણ ખોટો લખ્‍યો છે. આ ઉપરાત વર્ગીકરણ જોવાઃ માટે incometax.biz.id લિંક મોકલી છે. આ લિક માલવેર હોવાથી મેં ઓપન કરી નથી. મારા અન્‍ય સીએ મિત્રના ક્‍લાયન્‍ટને પણ આવી જ નોટિસ ડિમાન્‍ડની રકમ સરખી સહિતની મળી છે.

 

ઇન્‍કમટેક્‍સ વિભાગની નોટિસ કેવી રીતે મોકલાય છે ?

ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા નોટિસ મોકલવામાં આવતી હોય છે તેમાં @incometax.gov.in હોય છે. જ્‍યારે બોગસ ઇ મેઇલમાં ભેજાબાજો incometax (@refund-tax.org, [email protected] લખતા હોય છે. હાલમાં ફરી રહેલા બોગસ ઇમેઇલ [email protected] av લખ્‍યું છે. આ ઇમેઇલમાં કરદાતાને એસેસમેન્‍ટ ઓર્ડર જોવા લિંક is incometax.biz.id મોકલવામાં  આવે છે.

 

શહેરમાં સંખ્‍યાબંધ કરદાતાઓને આટલી જ ડિમાન્‍ડ રકમની નોટિસ

શહેરના સંખ્‍યાબંધ કરદાતાઓને આટલી જ ડિમાન્‍ડ રકમની નોટિસ મળી છે. જેમાં તમામ માહિતી એક સરખી હોય છે. માત્ર કરદાતાનું ઇમેઇલ એડ્રેસ મેળવીને આ નોટિસ મોકલાઈ હોવાનું બહાર આવ્‍યું છે. આ ઉપરાંત ઇન્‍કમટેક્‍સ

વિભાગના સત્તાવાર

ડોમેનના બદલે ખાનગી ડોમેન પરથી આ મેઇલ

મોકલવામાં આવ્‍યો છે.

 

(10:28 AM IST)