<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ : પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કી NCP માંથી ઝંપલાવશે

2007 થી ચાર વિધાનસભા ચૂંટણી લડી બે વાર ધારાસભ્ય બની ચૂક્યા છે બોસ્કી

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. અજીત પવારની NCP, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઉભો રાખશે. પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કી ઉમરેઠમાં NCP ના ઉમેદવાર રહેશે. NCPના નિકુંલસિંહ તોમરએ મહત્વનું નિવેદન આપ્યું છે તેમને કહ્યુજ હતું કે મહારાષ્ટ્રમાં એનડીએ સાથે ીએ પણ ગુજરાત અમે સ્વતંત્ર ચૂંટણી લડીશું. જયંત બોસ્કી 2007 થી ચાર વિધાનસભા ચૂંટણી લડી બે વાર ધારાસભ્ય બની ચૂક્યા છે. અગાઉ ઉમરેઠ બેઠક પર કોંગ્રેસ સાથે NCP ગઠબંધન પણ કરી ચૂક્યું છે.

(8:47 PM IST)