તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
બહુચરાજી મંદિર ભોજનાલયમાં લાકડાના ચૂલા પર રસોઈ શરૂ : દરરોજ 1000થી 1500 જેટલા યાત્રિકો લ્યે છે ભોજનનો લાભ
ગેસનો વપરાશ ઘટાડવા દાળ, શાક અને ભાત ચૂલા પર બનાવાશે. માત્ર પૂરી ગેસ પર બનાવી રોજ 3 બોટલ ગેસની કરાઈ રહી છે બચત

બહુચરાજી મંદિર ભોજનાલયમાં લાકડાના ચૂલા પર રસોઈ શરૂ કરવામાં આવી છે. રાંધણ ગેસની અછત ના સર્જાય તે માટે ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે,દરરોજ અંદાજે 1000થી 1500 જેટલા યાત્રિકો અહીં ભોજનનો લાભ લ્યે છે. ગેસનો વપરાશ ઘટાડવા દાળ, શાક અને ભાત ચૂલા પર બનાવાશે. માત્ર પૂરી ગેસ પર બનાવી રોજ 3 બોટલ ગેસની બચત કરાઈ રહી છે ભોજનાલય પાસે હાલ માત્ર 20 જેટલી જ ગેસ બોટલનો સ્ટોક ઉપલબ્ધ છે . ગેસ બોટલનો નવો જથ્થો પૂરો પાડવા તંત્ર દ્વારા વ્યવસ્થા શરૂ કરાઈ છે. .
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
