તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેલક્ષી સ્કૂલના ધો. 10ના વિદ્યાર્થી પર ચાર સગીરોએ ચપ્પુથી જીવલેણ હુમલો
ઘટના બે થી ત્રણ દિવસ પેહલા બની ?:બહેનના એન્યુઅલ ફંક્શનમાં ગયો'તો, પિતાનો ગંભીર આરોપ- ‘ઓનલાઇન મંગાવ્યા હતા ચપ્પુ’ ધો. 10ના વિદ્યાર્થી હુમલામાં અટકાય કરેલા ચાર સગીરા પૌકી બે સ્કૂલ ભણે છે બે રખડતા હોવાનું જાણવા મળ્યું

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ગેલક્ષી સ્કૂલ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો, ત્યારે બદલાની ભાવના રાખીને બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સર્જરી કરવામાં આવી છે. આ હુમલાને કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઘટના બે થી ત્રણ દિવસ પેહલા બની હતી પોલીસે ચારે સગીરો ની અટકાય કરી વધુ કાર્યવાહી હાથઘરી હતી અટકાય કરેલા ચાર સગીરા પૌકી બે સ્કૂલ ભણે છે બે રખડતા હોવાનું જાણવા મળ્યું હતું
આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ અત્યંત ગંભીર અને ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. પિતાના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા. પિતાએ આક્ષેપ કર્યો છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર હથિયારો સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે સગીરોમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ થયેલી સામાન્ય ટક્કર બાદ જ્યારે વિદ્યાર્થીએ ટકોર કરી હતી, ત્યારે તેનો ખાર રાખીને આ સગીરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઓનલાઇન હથિયાર વસાવી આ હુમલાને અંજામ આપ્યો હોવાનું પિતાનું કહેવું છે.
ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલો કરનાર ચારેય વિદ્યાર્થીઓને પકડી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચારેય આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે. અટકાય કરેલા ચાર સગીરા પૌકી બે સ્કૂલ ભણે છે બે રખડતા હોવાનું જાણવા મળ્યું હતું હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ખરેખર હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા. એક તરફ પુત્ર હોસ્પિટલના બિછાને લોહીલુહાણ હાલતમાં છે અને તેની પરીક્ષા છૂટી ગઈ છે, ત્યારે બીજી તરફ પરિવારજનો આવા હિંસક સગીરો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
