તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
કેન્દ્રીય જળશકતી મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી. આર. પાટીલનો આજે જન્મદિવસઃ ૭૨માં વર્ષમાં પ્રવેશ
પોલીસ કોન્સ્ટેબલથી લઈને ગુજરાત બીજેપી પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સુધીની સફર

(જીતેન્દ્ર રૂપારેલિયા...) વાપીઃ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી આર પાટીલનો આજે જન્મ દિવસ છે, તેમના આ જન્મ દિન નિમિતે તેમના ઉપર પરીવાર જનો, મિત્ર વર્તુળ, દક્ષિણ ગુજરાત ની લાખો જનતા, હજજારો કાર્યકરો અને બીજેપી અગ્રણીઓ આજે સવાર થી તેમના ઉપર શુભેચ્છા વર્ષા કરી રહ્યા છે.
ચંદ્રકાન્ત રઘુનાથ પાટીલ એટલે કે સી.આર.પાટીલનો જન્મનો જન્મ ૧૬મી માર્ચ ૧૯૫૫ ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ જીલ્લા માં થયો હતો બાળપણ મહારાટ્રમાં વિતાવ્યા પછી તેઓ ગુજરાતમાં સ્થાયી થયા અને પછી સુરત વિસ્તારમાં તેમની રાજકીય ઓળખ ઊભી થઈ. સી આર પાટીલની કારકીર્દી ની એક ઝલક જોઈએ તો ૧૯૭૫ માં ગુજરાત પોલીસ માં કોન્સ્ટેબલ તરીકે નોકરી શરૂ કરી, કેટલાક વર્ષ સેવા કર્યા પછી નોકરી છોડી પછી વ્યવસાય અને મીડિયા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને એક ગુજરાતી અખબાર શરૂ કર્યું.
શ્રી પાટીલની રાજકીય કારકીર્દી વિશે જોઈએ તો તેમણે ૧૯૮૯માં બીજેપીમાં જોડાયા શરૂઆતમાં સુરત શહેરના પાર્ટી ખજાનચી તરીકે કામ કર્યું. બાદમાં શહેર ઉપપ્રમુખ બન્યા. તેમની સંગઠન ક્ષમતાને કારણે ૧૯૯૮માં જીઆઇડીસીના અધ્યક્ષ બન્યા
વર્ષ ૨૦૦૯ નવસારી લોકસભા બેઠક પરથી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા બસ ત્યારથી તેમણે આ બેઠકને પોતાનો ગઢ બનાવી દીધો છે, ૨૦૦૯, ૨૦૧૪અને ૨૦૧૯માં ત્રીજી વખત નવસારીથી સાંસદ બન્યા, આશરે ૬ લાખથી વધુ મતની લીડ સાથે મોટી જીત મેળવી ૧૭મી લોકસભાના સભ્ય બન્યા, ત્યાર બાદ ૨૦૨૪માં ચોથી વખત નવસારી બેઠક પરથી આશરે ૭.૭ લાખ મત ની રેકોર્ડ લીડથી જીત મેળવી ૧૮મી લોકસભામાં ફરીથી ચૂંટાયા અને પછી તેમને જળ શક્તિના કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા.
ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખની સફર જોઈએ તો તેઓને ગુજરાતમાં બીજેપી ના સંગઠન મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ નેતા માનવા માં આવે છે. ૨૦મી જુલાઈ ૨૦૨૦ તેમને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, તેઓએ જીતુભાઈ વાઘાણીની જગ્યાએ જવાબદારી સંભાળી, અને વર્ષ ૨૦૨૧માં સ્થાનિક ચૂંટણીમાં મોટી જીત અપાવી, ત્યાર બાદ વર્ષ ૨૦૨૨ માં વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ ૧૫૬ બેઠકો ઉપર જીતમાં તેમનો સિહફાળો રહીયો અને ત્યાર બાદ વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ મોટી સફળતા અપાવી ,૨૦૨૪ની લોકસભાની ચૂંટણી બાદ નરેન્દ્રભાઈએ જાણે તેમને પ્રમોશન આપ્યું હોય તેમ કેન્દ્રીય મંત્રી બનાવ્યા.
સી આર પાટીલે ૧૧ મી જૂન ૨૦૨૪ ના રોજ નવી દિલ્હીમાં મંત્રાલયમાં જળ શક્તિ મંત્રી તરીકે સત્તાવાર કાર્યભાર સંભાળ્યો, અને હાલ આ પદ ઉપર સુપેરે કામગીરી બજાવી રહ્યા છે.
નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહના વિશ્વાસુ ગણાતા સી આર પાટીલ આજે એટલે કે ૧૬ મી માર્ચ ૨૦૨૬ના રોજ ૭૧ વર્ષ પૂર્ણ કરી ૭૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
