તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th March 2026
ખેડાના કઠલાલ તાલુકાના લસુન્દ્રામાં આંતરજ્ઞાતિય લગ્નથી વિવાદ : સામાજીક સંગઠનો મેદાનમાં આવ્યા
રબારી સમાજના આગેવાનોએ હસ્તક્ષેપ કરી પટેલ સમાજની દીકરીને તેના પરિવાર પાસે પરત મોકલવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.

ખેડા જિલ્લાના લસુન્દ્રાની યુવતીના પ્રેમ લગ્ન મુદ્દે વાતાવરણની સાથેસાથે હવે રાજકારણ ગરમાયું છે. આ લગ્નથી પટેલ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામની પટેલ સમાજની યુવતીએ, મહેમદાવાદના રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા વિવાદ વકર્યો છે. આ મામલે હવે સામાજિક સંગઠનો મેદાનમાં આવ્યા છે. યુવતીની માતાની હૃદયદ્રાવક અપીલ બાદ હવે સરદાર પટેલ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ અને પટેલ સમાજના અગ્રણીઓએ આક્રમક નિવેદન જાહેર કર્યું છે. સરદાર પટેલ સેવા ટ્રસ્ટના અધ્યક્ષે જણાવ્યું છે કે, બંને સમાજ વચ્ચે વર્ષોથી સુમેળભર્યા સંબંધો છે. આ સંબંધો જાળવી રાખવા રબારી સમાજના આગેવાનોએ આગળ આવવું જોઈએ. પટેલ સમાજના અગ્રણીનું સ્પષ્ટ નિવેદન છે કે, રબારી સમાજના આગેવાનોએ હસ્તક્ષેપ કરી પટેલ સમાજની દીકરીને તેના પરિવાર પાસે પરત મોકલવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
