<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

વાંસદા ખાતે બિરાજમાન આદ્યશક્તિ ઉનાઈ માતાના ચરણોમાં શીશ ઝુકાવી સૌની સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ડાંગ જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ સંગઠનાત્મક વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા: પિંપરી સ્થિત રામશબરી છાત્રાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી નોટબુકનું વિતરણ કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા

અમદાવાદ :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે. ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ નવસારી જિલ્લાના વાંસદા ખાતે બિરાજમાન આદ્યશક્તિ ઉનાઈ માતાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. તેઓએ માતાજીની પૂજા-અર્ચના કરી અને સૌની સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
 જગદીશભાઈ વિશ્વકર્માએ ડાંગ ખાતે આજે જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ સાથે 'પરિચય બેઠક' યોજી કાર્યકર્તા મિત્રો સાથે સંવાદ કર્યો હતો.

 આ દરમિયાન તેઓએ વિવિધ સંગઠનાત્મક વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ડાંગ જિલ્લાના પ્રવાસ દરમિયાન ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પિંપરી સ્થિત રામશબરી છાત્રાલયની પણ મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તેઓએ વિદ્યાર્થીઓન નોટબુકનું વિતરણ પણ કર્યું હતું અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતાં.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, જયરામભાઈ ગામીત, પ્રદેશ ભાજપ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લા ભાજપા અધ્યક્ષ કિશોરભાઈ ગાવિંત સહિત સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં

(8:17 PM IST)