તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th March 2026
દીકરીને ભગાડ્યાનો આક્ષેપ: માતાની આજીજી: મારી દીકરી પરત લાવો
પરિવારનો આક્ષેપ છે કે પિયુષ રબારી નામનો યુવક લગભગ છ દિવસ પહેલા તેમની દીકરીને પોતાના સાથે લઈ ગયો હતો.

ખેડા: જિલ્લાના લસુન્દ્રા ગામમાં પાટીદાર સમાજની એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે. રેણુકા પટેલ નામની મહિલાએ રબારી સમાજના અગ્રણીઓને સંબોધીને પોતાની દીકરીને સુરક્ષિત રીતે પરત અપાવવા અપીલ કરી છે. પરિવારનો આક્ષેપ છે કે પિયુષ રબારી નામનો યુવક લગભગ છ દિવસ પહેલા તેમની દીકરીને પોતાના સાથે લઈ ગયો હતો.
મહિલાના જણાવ્યા મુજબ, દીકરીના અચાનક ગાયબ થવાથી પરિવાર ચિંતામાં મુકાયો છે અને સમાજના આગેવાનોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. આ મામલે પરિવાર દ્વારા ઠાકરશી રબારીને પણ જાણ કરી મદદ માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પરિવારના જણાવ્યા અનુસાર પિયુષ રબારી મહેમદાવાદનો રહેવાસી છે અને હાલ ચારણ નિકોલ ગામમાં રહેતો હતો. યુવતીના પરિવારે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ એવી માહિતી પણ સામે આવી રહી છે કે યુવતીએ પોતાના માતા-પિતાની જાણ વગર યુવક સાથે લગ્ન કર્યા હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને બંને પક્ષોની માહિતીના
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
