તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th March 2026
ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ સક્રિય અમદાવાદ-રાજકોટમાં ઉમેદવારી તૈયારી તેજ
ત્રણ ટર્મથી વધુ સમયથી ચૂંટાતા નેતાઓને આ વખતે ટિકિટ ન મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બંને પક્ષોની સક્રિયતાથી ચૂંટણી માહોલ ગરમાયો છે.

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને ભાજપે તૈયારી ઝડપી બનાવી છે. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં આશરે 700 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. પક્ષે 50 ટકા બેઠકો પર 50 વર્ષથી ઓછી વયના ઉમેદવારોને તક આપવાનો નિર્ણય કર્યો છે.
બીજી તરફ રાજકોટમાં ભાજપે પણ ઉમેદવારોની શોધ શરૂ કરી છે. 18 વોર્ડના 72 સંભાવિત ઉમેદવારો માટે ચર્ચા અને ડેટા એનાલિસિસ ચાલી રહ્યું છે. ત્રણ ટર્મથી વધુ સમયથી ચૂંટાતા નેતાઓને આ વખતે ટિકિટ ન મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બંને પક્ષોની સક્રિયતાથી ચૂંટણી માહોલ ગરમાયો છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
