News of Sunday, 15th March 2026
સાબરકાંઠાના વિજયનગરના ચીઠોડા પોલીસ સ્ટેશનની ગંભીર બેદરકારી: લોક અપમાંથી આરોપી ભાગી ગયો
આરોપીને રૂમમાં પુરેલો હોવા છતા લોકઅપને તાળું માર્યું નહીં:દારુની હેરાફેરીનો આરોપી મોકો જોઈને લોકઅપ રૂમની સ્ટોપર ખોલી ફરાર થઈ ગયો

સાબરકાંઠાના વિજયનગરના ચીઠોડા પોલીસ સ્ટેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. ચીઠોડા પોલીસ સ્ટેશન ઓફિસરની બેદરકારીથી આરોપી ફરાર થઈ ગયો છે. આરોપીને રૂમમાં પુરેલો હોવા છતા લોકઅપને તાળું માર્યું નહીં. દારુની હેરાફેરીનો આરોપી મોકો જોઈને લોકઅપ રૂમની સ્ટોપર ખોલી ફરાર થઈ ગયો હતો . ચીઠોડા પોલીસે પીએસઓ અને વાયરલેસ ઓપરેટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો ફરજમાં બેદરકારી બદલ બંને પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે . ફરાર આરોપી વિરુદ્ધ પણ જેલમાંથી ફરાર થવાનો ગુનો નોંધાયો છે . પીએસઓ રમણ બુવળ અને વાયરલેસ ઓપરેટર રીટા ડોડીયાર સામે ફરિયાદ દાખલ કરાઈ છે. બન્નેને સસ્પેન્ડ કરાશે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
