તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરીઃ અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્નનો અંત
કિંજલને તેમના પરિવારને તો અશોકને તેના પરિવારને સોંપાયા છે. આ સાથે જ કિંજલે ઇન્સ્ટાગ્રામ પર મુકેલી બન્ને પોસ્ટ ડિલિટ કરી છે. કિંજલ રબારીએ મરજીથી લગ્ન કર્યા છે તેવો ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો

પાટણ તા.૧૪: સિંગર કિંજલ રબારીના આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન અંગે મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી છે. રબારી અને ચૌધરી સમાજના આગેવાઓની સમજાવટ બાદ કિજલ અને અશોક ચૌધરીને સમાજના આગેવાનોને સોંપાયા છે. બન્ને સમાજ વચ્ચે વર્ગવિગ્રહ ન થાય તે માટે બંનેના પ્રેમ લગ્નનો અંત લાવી દેવામાં આવ્યો છે, અને બંનેને પોતાના પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. અશોક ચૌધરી સાથે લગ્નની વાત સામે આવ્યા બાદ રબારી સમાજના અનેક આગેવાનોએ આ લગ્નનો વિરોધ કર્યો હતો. સાથે જકિંજલને પરત આવી જવા વિનંતી કરી હતી. જો આવું ન થાય તો રબારી સમાજ બંનેને ગમે ત્યાંથી શોધી કાઢશે તેવી વાત પણ કહી હતી. રબારી સમાજના અમુક આગેવાનોએ કિંજલને નાત બહાર મૂકવાની વાત પણ કરી હતી. સાથે જ લોકોને અપીલ કરી હતી કે કિજલ જ્યાં પણ હોય તેને શોધી કાઢવામાં આવે.
કિંજલને તેમના પરિવારને તો અશોકને તેના પરિવારને સોંપાયા છે. આ સાથે જ કિજલે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી બન્ને પોસ્ટ ડિલિટ કરી છે. કિંજલ રબારીએ મરજીથી લગ્ન કર્યા છે તેવો ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો.
કિંજલ રબારીના આંતરજ્ઞાતિય લગ્નનો મુદ્દો ખૂબ જ ગરમાયો હતો. કિજલે પોતે ઇન્સ્ટાગ્રામ પર બે રીલ મૂકી હતી, પરંતુ અત્યારે કિજલની આઇડી પરથી બન્ને પોસ્ટ દૂર કરવામાં આવી છે. માહિતી સામે આવી રહી છે કે, ગતરા શુક્રવારે રાત્રે લગભગ ૧૧-૧૨ વાગ્યે કિજલની ઘર વાપસી થઇ છે. બન્ને સમાજના આગેવાનો સાથે મળી પરામર્શ કરી, સમાજ વચ્ચે વર્ગવિગ્રહ ન થાય, તેને લઇને બન્ને સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે.
કિંજલને તેમના પરિવારને સોંપવામાં આવી છે. જ્યારે અશોકને તેના મામાને સોંપવામાં આવ્યા છે. આ સાથે જ આ મામલે સુખદ અંત આવ્યો છે. જોકે, હજુ આ મામલે વધુ સ્પષ્ટતા સમાજના આગેવાનો સાથે વાતચીત કર્યા પછી જ સામે આવશે.
નોંધનીય છે કે, સિંગર કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પોતે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું, સાથે જ તેણે પોતાને તથા તેના પતિને જીવનું જોખમ હોવાની જણાવી પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી.
આગેવાઓની સમજવટ બાદકિંજલ અને અશોકને સમાજના આગેવાનોને સોંપાયા છે.
મૂળ પાટણ જીલ્લાના રાઘનપુર તાલુકાના સિનાડ ગામની વતની ગુજરાતી સિગર કિંજલરબારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો હતો. તેણે પોતાની મરજીથી પોતાના પ્રેમી અશોક ચૌધરી સાથે આંતર જ્ઞાતિ લગ્ન કર્યા હોવાની વાત રજૂ કરી હતી અને સોશિયલ મીડિયા પર આ બાબતનો વિરોધ જોવા મળતા તેણે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી. જોકે, હવે વીડિયો દૂર કરવામાં આવ્યા છે અને આ મામલે રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની સમજાવટ બાદ કિંજલ અને અશોકને સમાજના આગેવાનોને સોંપાયા છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
