તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
‘કોંગ્રેસ' અને ‘આપ'ને આદિવાસીઓનો વિકાસ પચતો નથીઃ હર્ષ સંઘવી
નેત્રંગમાં ભવ્ય આદિવાસી ગૌરવ સંમેલનઃ ભગવાન બીરસા મુંડાજીને પુષ્પાંજલી : ભાજપ સરકારે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી

અમદાવાદઃ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંદ્યવીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આદિવાસી ગૌરવ સંમેલન'નું ભવ્ય આયોજન થયું હતું. તેમણે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી.હજારોની જનમેદનીને સંબોધતા હર્ષ સંદ્યવીએ આદિવાસી સમાજના શૌર્ય અને બલિદાનને સ્મરણ કરીને બિરદાવ્યું હતું.
આદિવાસી સમાજના શૌર્ય અને વિરાસતને યાદ કરીને હર્ષ સંદ્યવીએ જણાવ્યું હતું કે, ભૃગુઋષિની પવિત્ર ભૂમિ ભરૂચ અને આદિવાસી સમાજનો વારસો વર્ષો જૂનો છે. ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસી ભાઈઓએ ક્યારેય વિદેશી તાકાતો સામે માથું ઝુકાવ્યું નથી. સોમનાથની રક્ષા કાજે વેગડા ભીલનું બલિદાન હોય કે ૧૮૫૭નો વિપ્લવ, આદિવાસી રાજાઓ અને વીરોએ હંમેશા માતૃભૂમિની રક્ષા કરી છે. ગુરુ ગોવિંદના નેતૃત્વમાં ૧૫૦૦ ભીલોની શહાદત આ માટીમાં આજે પણ શૌર્યની મહેક ફેલાવે છે.
હર્ષ સંઘવીએ વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘‘વર્ષો સુધી કોંગ્રેસે આદિવાસી સમાજને માત્ર ‘વોટબેન્ક' તરીકે વાપર્યો છે. સોશિયલ મીડિયાના યુગમાં સમાજના ભાગલા પાડનારા તત્વોને આદિવાસીઓની ઉન્નતિ પચતી નથી.‘‘ તેમણે ઉમેર્યું કે ‘આપ' અને કોંગ્રેસ જેવા પક્ષોને ડર છે કે જો આદિવાસી વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક જેવી સુવિધાઓ આવશે, તો તેમની ખોટી માહિતી ફેલાવવાની દુકાનો બંધ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪ પછી આવેલા પરિવર્તનની વાત કરતા તેમણે જણાવ્યું કે, અંબાજી થી ઉમરગામ સુધી વિકાસની હારમાળા સર્જાઈ છે. પીએમ આવાસ, ઘરેઘરે શૌચાલય, હર ઘર નલ સે જલ અને ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ની સહાય જેવી યોજનાઓ સીધી લાભાર્થીઓ સુધી પહોંચી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં દરેક તાલુકામાં આધુનિક શાળાઓ અને બિરસા મુંડા લાયબ્રેરી બનાવવાનો સંકલ્પ લેવાયો છે. આદિવાસી નેતાઓને સન્માન આપતા ભાજપેગણપતભાઈ વસાવાને વિધાનસભાના અધ્યક્ષ પદ સુધી પહોંચાડ્યા અને આજે પણ ચાર ચાર મંત્રી આદિવાસી સમાજના છે જે સમગ્ર આદિવાસી સમાજની ચિંતા કરીને તેમના પ્રશ્નોના સમાધાન કરીને વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યા છે.
આ સંમેલનમાં ઝદ્યડિયાના ‘આપ'ના પૂર્વ ઉમેદવાર ઉર્મિલાબેન સહિત હજારો કાર્યકર્તાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ અંગે શ્રી સંદ્યવીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીની આદિવાસી વિરોધી માનસિકતાને કારણે આગેવાનો અને કાર્યકરો હવે આપના કાર્યાલયને તાળાં મારીને કોઈ પણ હોદ્દાની લાલચ વિના વિકાસની રાજનીતિ સાથે જોડાઈ રહ્યા છે.
હર્ષ સંદ્યવીએ આદિવાસી સમાજને ખાતરી આપી હતી કે ભાજપનો દરેક કાર્યકર તમારા સુખ-દુઃખમાં પડખે ઊભો હતો, સતત પડખે ઊભો છે, અને હંમેશા પડખે રહેશે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
