<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

બનાસકાંઠામાં તલાટીઓ માટે કડક નિયમ : પંચાયતમાં ‘સેલ્‍ફી હાજરી' નહી તો પગાર કપાશે

બનાસકાંઠા જિલ્‍લાના વાવ અને થરાદ સહિતના તાલુકાઓમાં તલાટીઓની અનિયમિતતા અટકાવવા જિલ્‍લા વિકાસ અધિકારી (ડીડીઓ) દ્વારા ઐતિહાસિક અને કડક નિર્ણય લેવામાં આવ્‍યો છે. નવા નિયમો અનુસાર, હવે તમામ તલાટીઓએ ગ્રામ પંચાયતમાં સવારે ૧૦ થી ૧૧ વાગ્‍યાની વચ્‍ચે હાજર રહીને ફરજિયાત ઓનલાઇન ‘સેલ્‍ફી હાજરી' પૂરવાની રહેશે. જો કોઈ તલાટી દિવસમાં માત્ર એક જ વખત હાજરી પૂરે અથવા આળસ કરે, તો તેનો અડધા દિવસનો પગાર કાપી લેવામાં આવશે. હવેથી માસિક પગાર એપ્‍લિકેશનમાં નોંધાયેલી હાજરીના આધારે જ સીધો ચૂકવવામાં આવશે

(2:46 PM IST)