<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ભરૂચમાંઇડીનું સર્ચ ઓપરેશન : QFON App લી .રોકાણ કૌભાંડમાં સુધીર કોટડીયા અને ઉમંગ કોટડિયાની ધરપકડ

બંને વ્યક્તિઓ પર ૧૮૩ કરોડ રૂપિયાના ડિજિટલ પોન્ઝી ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ .

ભરૂચમાં ઇડીની સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું,  QFON App Limited અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી એક છેતરપિંડીભરી ડિજિટલ રોકાણ કૌભાંડ મામલે સુધીર દલસુખભાઈ કોટડિયા

અને ની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ૧૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ ધરપકડ કરવામાં આવી છે. આ બંને વ્યક્તિઓ પર ૧૮૩ કરોડ રૂપિયાના ડિજિટલ પોન્ઝી ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે.

 આ કેસ QFON App Limited અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી એક છેતરપિંડીભરી ડિજિટલ રોકાણ યોજના સાથે સંબંધિત છે.

 ED એ ભરૂચમાં દરોડા પાડ્યા બાદ આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

  • આરોપીઓએ ગુજરાત અને મહારાષ્ટ્રના નિર્દોષ રોકાણકારોને ૨ થી ૧૦.૫ ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી નાણાં પડાવ્યા હતા.
  • તેઓ પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

(12:42 AM IST)