તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
બુલેટ ટ્રેની કામગીરી પુરજોશમાં :વાપીથી સાબરમતી સુધીના 8 સ્ટેશનોનું કામ પૂર્ણતાના આરે: રેલવે મંત્રીએ આપ્યો જવાબ
રાજ્યસભામાં સાંસદ મયંક નાયકે બુલેટ ટ્રેનની કામગીરી અંગે પ્રશ્ન પુછ્યો. જેનો રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો

રાજ્યસભામાં સાંસદ મયંક નાયકે બુલેટ ટ્રેનની કામગીરી અંગે પ્રશ્ન પુછ્યો હતો જેનો રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો હતો રેલવે મંત્રીએ જણાવ્યુ હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. વાપીથી સાબરમતી સુધીના 8 સ્ટેશનોનું કામ પણ પૂર્ણતાના આરે છે. ગુજરાતમાં 352 કિમી પિલર અને 331 કિમી ગર્ડર લોન્ચિંગનું કામ પૂર્ણ થયુ છે. મુંબઈમાં દેશની પહેલી ‘અન્ડર-સી ટનલ’નું કામ પણ પૂરઝડપે ચાલુ છે. વધુમાં રેલવે મંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં અગાઉની ઉદ્ધવ સરકારના કારણે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વિલંબ થયો હતો.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
