<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ઉનાળાના પ્રારંભે જ સૌરાષ્ટ્રમાં જળસંકટના વાદળ ઘેરાયા:રાજકોટના ડેમોમાં 50% થી વધુ પાણી: દ્વારકા-જામનગરમાં સ્થિતિ ચિંતાજનક

જામનગરમાં 34.85% પાણી,સુરેન્દ્રનગરમાં 35.22% પાણી અને મોરબીમાં 48.82% પાણી ઉપલબ્ધ

અમદાવાદ : રાજયમાં ઉનાળાના પ્રારંભે જ જળસંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. તેવામાં રાજકોટવાસીઓ પણ આ જળસંકટનો સામનો કરે તેવા ચિંતાજનક સમાચાર મળ્યા છે. વાત એમ છે કે, રાજકોટના જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે. જાણો કયા જળાશયની શું સ્થિતિ છે?

 સૌરાષ્ટ્રમાં જળ સંકટ

દ્વારકાના ડેમોમાં માત્ર 21% પાણી ઉપલબ્ધ છે,ઉનાળાની શરૂઆતે જ ચિંતા વધી છે રાજકોટના જળાશયોમાં 51% જથ્થો છે મોટાની સાથે નાના ડેમો તળિયા ઝાટક છે.જામનગર-સુરેન્દ્રનગરમાં ડેમો ખાલી થવા લાગ્યા છે

   ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા વિકરાળ બનવા લાગી છે. રાજકોટ સિંચાઈ વિભાગ હેઠળ આવતા પાંચ જિલ્લાઓના જળાશયોમાં પાણીના સ્તર ઝડપથી ઘટી રહ્યા છે. તાજેતરના આંકડા મુજબ, સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાંથી માત્ર રાજકોટ જિલ્લાના ડેમોમાં જ 50% થી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે.

સિંચાઈ વિભાગના અહેવાલ મુજબ, સૌથી ઓછું પાણી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં માત્ર 21.6% છે. અન્ય જિલ્લાઓની ટકાવારી નીચે મુજબ છે-

જામનગરમાં 34.85% પાણી. સુરેન્દ્રનગરમાં 35.22% પાણી.મોરબીમાં 48.82% પાણી છે જયારે  રાજકોટમાં 51.23% પાણી ઉપલબ્ધ છે 

રાજકોટ જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈ માટે મહત્વના ગણાતા ડેમોની સ્થિતિ મિશ્ર જોવા મળી રહી છે. આજી-2 ડેમમાં સૌથી વધુ 91.11% પાણી છે, જ્યારે ઈશ્વર્યા ડેમ માત્ર 9.33% સાથે લગભગ ખાલી થવાના આરે છે.

ડેમનું નામ પાણીની ટકાવારી આજી-1 (Aji-1)79.11%ભાદર-1 (Bhadar-1)49.17%ન્યારી-1 (Nyari-1)65.19%લાલપરી (Lalpari)87.48%ભાદર-2 (Bhadar-2)74.41%ગોંડલી (Gondli)11.37%કરમાડ (Karmad)18.43%

રાજકોટ જિલ્લાના અનેક નાના ડેમોમાં પાણીનું સ્તર ખૂબ જ નીચું ગયું છે. કરણુકી (13.93%), કબીર સરોવર (12.17%) અને છાપરવાળી-2 (26.9%) જેવા ડેમોમાં પાણી ઓછું હોવાથી આગામી દિવસોમાં સિંચાઈ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. જોકે, વેરી ડેમ (59.26%) અને સુરવો ડેમ (59.71%) માં હજુ સંતોષકારક જથ્થો ઉપલબ્ધ છે.

(1:38 PM IST)