તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ :અંદાજે 64 ટકા વિસ્તાર હિટવેવની ઝપટે
દેશના સૌથી ગરમ 10 શહેરોમાંથી 8 શહેરો ગુજરાતના :દીવમાં ગરમીનો 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

અમદાવાદ : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે અને ગુજરાતના અંદાજે 64 ટકા વિસ્તારમાં હીટવેવની અસર નોંધાઈ છે. રાજકોટનું તાપમાન દેશમાં સૌથી વધુ નોંધાયું હતું, જ્યાં પારો 41.9 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. દેશના સૌથી ગરમ 10 શહેરોમાંથી 8 શહેરો ગુજરાતના હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત દીવમાં ગરમીનો 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાનું જણાવાયું છે. જોકે ભારતીય હવામાન વિભાગએ આગાહી કરી છે કે 14 માર્ચથી ગરમીનું જોર ધીમે ધીમે ઘટશે અને તાપમાનમાં લગભગ 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી બે દિવસ સુધી ગરમીનું વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના છે.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
